આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની સામે થયેલી 2 FIR માટે રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ ડેડીયાપાડા પાસે આવેલા નવાગામ ખાતે પોલીસે તેમની અટકાયત કરી લીધી અને મોટો કાફલો ગોઠવી દીધો હતો.
ચૈતર વસાવાની સામે એક FIR મંજૂરી વગર પદયાત્રા કાઢવા સામે છે અને બીજી તાજેટરમાં ડેટોક્સમાં લાગેલી આગ સમયે પોલીસની કામગીરીમાં અડચણ રૂપ થવાની ફરિયાદ નોંધા છે.
ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા માટે ભાજપના ઇશારે પોલીસે જાતે ફરિયાદ નોંધાવી છે.કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહી છે.
અમે મૃતકના પરિવારને 30 લાખરૂપિયાનું વળતર અપાવ્યું તે શું અમારો ગુનો છે? એમ વસાવાએ કહ્યું હતું.

