fbpx

વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ તો થયુ, પરંતુ પ્રોસેસ શું છે?

Spread the love

વન નેશન વન ઇલેક્શન સાથે જોડાયેલું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે બિલ રજૂ કર્યું. આ બિલને સંવિધાન બિલ 2024 નામ આપવામાં આવ્યું છે.

 આ બિલ તો રજૂ થયું, પરંતુ હવે તેની આખી પ્રોસેસ શું થશે. આજે સાંજે સ્પીકર આ બિલ માટે એક જોઇન્ટ પાર્લિયામેન્ટરી કમિટી (JPC)ની રચના કરશે. જેમાં રાજકીય પાર્ટીઓના સભ્યો હશે. આ કમિટી બધી રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા કરીને પછી પોતાના રિપોર્ટ સ્પીકરને રજૂ કરશે. આના માટે 90 દિવસનો સમય આપવામા આવશે. JPC લીલી ઝંડી આપશે પછી લોકસભા અને રાજ્યસભામાં બિલ રજૂ થશે અને એ પસાર થયા પછી રાષ્ટ્રપતિ તેના પર હસ્તાક્ષર કરશે ત્યારે કાયદો બનશે.

error: Content is protected !!