યુએસ બિલેનિયર એંબિશન્સનો એક રિપોર્ટ છે કે ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે. તો બીજી તરફ કેન્ટરના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતમાં મધ્યમ વર્ગ સંકોચાતો જાય છે. મિડલ ક્લાસની ખરીદ શક્તિ ઘટી રહી છે, કારણકે તેમની સેલરીમાં વૃદ્ધિ થતી નથી.
ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંથા નાગેશ્વરે પણ કહ્યું છે કે, છેલ્લાં 15 વર્ષમાં પ્રાઇવેટ કંપનીઓના નફામાં 4 ગણો વધારો થયો છે, પરંતુ તેની સામે કર્મચારીઓનો પગાર એટલા પ્રમાણમાં વધ્યા નથી. નાગેશ્વરે પ્રાઇવેટ કંપનીઓની ચીમકી આપી છે કે કર્મચારીઓનો પગાર વધારો.
FICCI અને ક્વેસ કોપ લિમિટેડ પણ એક રિપોર્ટ તૈયાર કરી રહી છે જે સરકારને સોંપવામાં આવશે. આ સંસ્થાઓનું કહેવું છે કે 6 સેક્ટરમાં છેલ્લાં 4 વર્ષમાં કર્મચારીઓનો પગાર માત્ર 5.4 ટકા જ વધી શક્યો છે.