મુંબઇના વર્લીમાં સી- ફેસ પ્રોજેક્ટમાં 185 કરોડ રૂપિયાનું પેન્ટહાઉસ ખરીદનાર સીમા સિંહ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.સીમાએ 30મા માળે 14866 સ્કેવર ફીટનો ફ્લેટ ખરીદી લીધો છે.
સાથે સીમાએ 9 પાર્કીંગ સ્પેસ પણ ખરીદી છે,જેના પેટે તેણીએ 9.25 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરી છે.
સીમા અલ્કેમ લેબોરેટરની પ્રમોટર છે, જે શેરબજારમા લિસ્ટેડ કંપની છે અને હેડક્વાર્ટર મુંબઇમાં છે. કંપનીનું માર્કેટ કેપ 64,278 કરોડ રૂપિયા છે.
બિહારના જહાનાબાદના મૂળ રહેવાસી સંપ્રદા સિંહ અને વાસુદેવ નારાયણ કે જેમણે એલ્કેમ લેબોરેટરીની સ્થાપના કરેલી તેમની બીજી પેઢીની સીમા વહુ છે. તેના પતિનું નામ મૃત્યુંજય સિંહ છે. સીમા સિંહ પોતે NGO પણ ચલાવે છે. જૂન 2024માં સીમાએ કંપનીમોનો પોતાનો 0. 3 ટકા હિસ્સો વેચ્યો હતો જે પેટે 177 કરોડ રૂપિયાની રકમ હાથમાં આવી હતી.