fbpx

20 વર્ષની ઉંમરે કરોડપતિ બનેલો યુવાન કહે છે,સફળતા માટે આદર્શ જીવન શૈલીની જરૂર નથી

Spread the love

આપણે અનેક વખત એવું સાંભળીએ છીએ કે, સફળતા મેળવવી હોય તો સખત મહેનત, આદર્શ જીવનશૈલી અને જ્ઞાન જરૂરી હોય છે. પરંતુ માત્ર 20 વર્ષની ઉંમરમાં કરોડપતિ બનેલા મુંબઇના યુવાનની સફળતાની થીયરી સાવ અલગ છે. તેનું માનવું છે કે સફળતા માટે આદર્શ જીવન શૈલી, સખત મહેનત કે વાંચન બિલકુલ જરૂરી નથી હોતું.

IIT મુંબઇમાં 2017માં કમ્પ્યુટર સાયન્સમાં ડીગ્રી મેળવનારા અમન ગોયલે COGNI AI નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતુ જે એક્સોટલ કંપનીએ ખરીદી લીધું હતું. એ પછી અમને ગ્રેલેબ્સ AI નામથી કંપની શરૂ કરી અને માત્ર 20 વર્ષની ઉંમરે કરોડપતિ બની ગયો.

અમનું કહેવું છે કે જો તમારે સફળ થવું હોય તો, એવી વસ્તુઓ બનાવે જે કિંમતી હોય અને લોકોની જરૂરિયાતની હોય. પછી એ તમારી વસ્તુ ગ્રાહકોને વેચો અને ત્યાં સુધી વેચતા રહો જ્યાં સુધી તમે કરોડપતિ ન બની જાઓ.

error: Content is protected !!