ગુજરાત સરકાર સુશાસન દિવસની ઉજવણી કરી રહી છે અને મંગળવારે સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો છે. જો કે આ લાભ માત્ર સરકારી વીજ કંપનીના ગ્રાહકોને જ મળશે. 41 લાખ જેટલા ગ્રાહકો કે જે ખાનગી વીજ કંપનીઓની વીજળી વાપરે છે તેને આ ઘટાડાનો લાભ નહીં મળે.
ગુજરાતમાં ફ્યુઅલ સરચાર્જ અત્યારે 2.85 રૂપિયા છે જે ઘટાડીને 2.45 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. મતલબ કે 40 પૈસાનો ઘટાડો. ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024 સુધીના બિલમાં આ ઘટાડાનો લાભ મળશે.
અમદાવાદ, સુરત, ગાંધીનગર, દહેજના લગભગ 41 લાખ ગ્રાહકોને ઘટાડાનો લાભ મળી શકશે નહીં. આ પહેલાં સરકારે માર્ચ 2024માં ફ્યુઅલ સરચાર્જના ભાવમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો. 9 મહિનામા કુલ 90 પૈસા ઘટયા છે. તમે 100 યુનિય વાપરતા હો તો 9 મહિનામાં તમને 90 રૂપિયાની બચત થઇ છે.


