
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ગુજરાતના જિલ્લાઓમાંથી પાણીના કુલ 632 સેમ્પલ લીધા હતા, જેમાં ફ્લોરાઇડની માત્રા વધારે જોવા મળી હતી. મતલબ કે આ જિલ્લાઓનું પાણી આરોગ્ય માટે હાનિકારક છે. ફલોરાઇડ વાળા પાણીને કારણે સાંધામાં દુખાવો, દાંતમાં દુખાવો, ચામડી અને પેટના રોગો થવાની શક્યતા રહેલી છે.
રાજ્યસભામાં પુછાયેલા એક સવાલના જવાબમા કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે જવાબ આપ્યો હતો.
આ જિલ્લાઓમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરાના સમાવેશ થાય છે.
લોકસભામાં રજૂ થયેલા એક અન્ય રિપોર્ટમાં કહેવાયું છે કે, ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓના ભૂગર્ભ જળના પાણી ખારાશથી પ્રભાવિત છે.


