fbpx

અસિત મોદીએ કહ્યું- મને પણ દયાબેનની યાદ આવે છે પણ…, આ કારણે તેઓ પાછા નથી આવતા!

Spread the love

TVનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ બાળકોથી લઈને પુખ્ત વયના તમામ વયના લોકોનો પ્રિય શો છે. આ શો છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. માત્ર આ શો જ નહીં પરંતુ તેના કલાકારો પણ દર્શકોના દિલની ખૂબ નજીક છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ શો ઘણા વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. તારક મહેતાના ઘણા કલાકારોએ શો છોડી દીધો છે અને નવા કલાકારોએ તેમની જગ્યા લીધી છે, પરંતુ હમણાં સુધી લોકો જેની રાહ જોઈ રહ્યા છે તે છે દયાબેન. હવે અસિત મોદીએ ‘હે મા માતા જી’ કહેનાર દયાબેન ઉર્ફે દિશા વાકાણીની એન્ટ્રી પર પ્રતિક્રિયા આપી છે. તો ચાલો જાણીએ કે દયાબેન પાછા આવશે કે નહીં?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અસિત મોદીએ તાજેતરમાં જ એક મીડિયા ચેનલને પોતાનો ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ મુલાકાતમાં તેમણે TMKOCમાંથી દયાબેનની ગેરહાજરી વિશે વાત કરી હતી. અસિત મોદીએ કહ્યું, ‘દયાબેનને પાછા લાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મને પણ તેમની યાદ આવે છે. પરંતુ કેટલીકવાર સંજોગો એવા બદલાય જાય છે કે, કેટલીક બાબતો થઇ જાય છે અને અમુક બાબતોમાં વિલંબ થાય છે. ક્યારેક વાર્તા લાંબી થઈ જાય છે. ક્યારેક કેટલીક મોટી ઘટનાઓ બનતી હોય છે. 2024માં ચૂંટણી હતી, IPL હતી અને પછી વર્લ્ડ કપની મેચો હતી, વરસાદની મોસમ હતી. કેટલાક કારણોસર તેમાં વિલંબ થઇ જાય છે.’

આગળ બોલતા આસિત મોદીએ કહ્યું, ‘હું હજુ પણ પ્રયાસ કરી રહ્યો છું. મને લાગે છે કે દિશા વાકાણી પાછા નથી આવી શકતા, કારણ કે તેમને બે બાળકો છે. તે મારી બહેન જેવી છે. આજે પણ તેમના પરિવાર સાથે અમારો ખૂબ જ ગાઢ સંબંધ છે. મારી બહેન દિશાએ મને રાખડી બાંધી છે. તેના પિતા અને ભાઈ પણ મારા માટે એક પરિવાર છે. તેઓએ 17 વર્ષ સુધી સાથે કામ કર્યું. આટલા વર્ષો કામ કર્યા પછી એ મારો પરિવાર બની ગયો છે.’

દયાબેનના પરત ફરવા અંગે આસિત મોદીએ કહ્યું, ‘હું હજુ પણ આશા રાખું છું કે, ક્યાંક મને લાગે છે કે ભગવાન કોઈ ચમત્કાર કરશે અને તે શૉમાં પાછા આવશે. જો તે આવશે, તો તે ઘણી સારી બાબત હશે. અને જો કોઈ કારણસર તે ન આવે તો, મારે શૉ માટે બીજા દયાબેનને લાવવા પડશે.’

Leave a Reply

error: Content is protected !!