દેશમાં અત્યારે વર્ક લાઇફ કલ્ચર પર જબદસ્ત ડિબેટ ચાલે છે. ગયા વર્ષે ઇન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કહેલું કે યુવાનોએ સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઇએ. હવે ગૌતમ અદાણીએ એક ઇન્ટરવ્યૂમાં વર્ક લાઇફ બેલેન્સ વિશે વાત કરી છે.
ગૌતમ અદાણીએ કહ્યું કે, બધા વ્યકિતઓની કામની પ્રાયોરિટી જુદી જુદી હોય છે. કોઇકનું વર્ક લાઇફ બેલેન્સ બીજા પર થોપી શકાય નહીં. મારું વર્ક લાઇ બેલેન્સ અલગ હોય અને તમારું અલગ હોય શકે. તેમણે કહ્યું કે, કોઇક વ્યકિત પરિવાર સાથે 4 કલાક ફાળવીને ખુશી આનંદ મેળવી શકે અને કોઇકને પરિવાર સાથે 8 કલાક બેસવામાં આનંદ મળે. પરંતુ જો તમે 8 કલાક ઘરે બેસશો તો પત્ની ભાગી જશે.