fbpx

એક જમાનામાં દીકરીના લગ્નમાં 550 કરોડ ખર્ચેલા, આજે ખાવાના ફાંફા છે

સમય ક્યારે કરવટ લઇ લે તેની કોઇને ખબર હોતી નથી. રાજા રંક બની જાય અને રંક રાજા બની જાય. એક જમાનામાં દીકરીના લગ્નમાં 550 કરોડ રૂપિયાનો ખર્ચો કરનાર અને એક સમયે ઇંગ્લેંડમાં જેમની અમીર વ્યક્તિઓમાં ગણના થતી હતી તેવા પ્રમોદ મિત્તલ જેલમાં છે અને પરિવારને ખાવાના ફાંફા પડી રહ્યા છે.

પ્રમોદ મિત્તલ એ જાણીતા સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલના નાના ભાઇ છે અને તેમણે 2013માં તેમની દીકરી સૃષ્ટીના લગ્નમાં 550 કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. પરંતુ અત્યારે ઇંગ્લેંડના સૌથી મોટા દેવાળિયા વ્યકિત બની ગયા છે.

પ્રમોદ મિત્તલના ખરાબ દિવસો ત્યારથી શરૂ થયા જ્યારે તેઓ GIKILના પર્સનલ ગેરંટર બન્યા હતા. આ કંપનીએ બેંકની લોન ન ચૂકવી એટલે પ્રમોદ મિત્તલે એ રકમ ચૂકવવી પડી અને ધીમે ધીમે દેવાળિયા થઇ ગયા. તેમની કંપનીના જ બે અધિકારીઓ સાથે છેતરપિંડી કેસમાં તેઓ જેલની હવા ખાઇ રહ્યા છે અને તેમની પાસે નાદારી પ્રોસેસના પણ પૈસા નથી.

Leave a Reply