પ્રાંતિજ ના લીમલા ખાતે HMPV શંકાસ્પદ કેસને લઈ ને આરોગ્ય વિભાગે ટીમો ઉતારી
– છ ટીમો દ્રારા ગામમા તપાસ હાથ ધરી
– ૧૬૭૪ વસ્તી અને ૨૫૯ ધરોની તપાસ હાથ ધરી
– તપાસ દરમ્યાન ૩૬ સામાન્ય શરદી ઉધરસ ના કેસો જણાતા સ્થળ ઉપર સારવાર આપી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના લીમલા ખાતે થી HMPV વાયરલ શંકાસ્પદ કેસ મળી આવતા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામા આવી છે જેમા લીમલા ખાતે છ ટીમો દ્રારા તપાસ હાથ ધરાઇ
પ્રાંતિજ ના લીમલા ખાતે આઠ વર્ષ ના બાળક ને HMPV વાયરલ નો શંકાસ્પદ કેસ મળી આવતા બાળક ને હિંમતનગર ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામા આવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા સહિત પ્રાંતિજ અને તાલુકા મા કેસ ને લઈ ને જિલ્લા વહીવટી તંત્ર તથા સ્થાનિક તંત્ર દ્રારા હરકત મા આવતા જિલ્લા મેડીકલ ઓફિસર ની સુચના અને પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ની અધ્યક્ષતા મા પ્રાંતિજ ના લીમલા ખાતે આરોગ્ય વિભાગ ની છ ટીમો દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી જેમા ટીમો દ્રારા ધરેધરે જઈ ને ૧૬૭૪ વસ્તી અને ૨૫૯ ધરોની તપાસ આરોગ્ય વિભાગ ની ટીમો દ્રારા હાથ ધરી હતી જેમા તપાસ દરમિયાન રેગ્યુલર સામાન્ય ૩૬ શરદી ઉધરસ ના કેસો જણાતા તેવોને સ્થળ ઉપર સારવાર આપવામા આવી હતી અને શાળા મા પણ શરદી ઉધરસ ના બાળકો કેસો જણાઇ આવેતો આરોગ્ય વિભાગ ને જાણ કરવા શાળામા પણ સુચનાઓ આપવામા આવી હતી અને શરદી ઉધરસ થાયતો બાળકો ને શાળાએ ના મોકલવા સહિત ટીમો દ્રારા સુચના આપી હતી તો જિલ્લા પણ આરોગ્ય ટીમ દ્રારા HMPV વાયરલ કેસ ને લઈ ને તપાસ હાથ ધરવામા આવી છે
તાલુકા હેલ્થ ઓફિસર પંકજભાઇ કટારા નુ શુ કહેવુ છે |
---|
તેવોએ જણાવ્યુ કે બાળક ની તબિયત મા હાલમા સુધારો આવ્યો છે અને લીમલા ખાતે છ ટીમો મુકેલ છે અને કોઇ એવો બીજો શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી અને બાળક નુ સેમ્પલ લઈ ને અમદાવાદ ખાતે લેબોટરી ટેસ્ટ માટે મોકલેલ છે અને અઠવાડિયા મા રીપોર્ટ આવી જશે |
જીલ રાવલ પ્રાંતિજ