fbpx

પ્રાંતિજ વૃંદાવન પાર્ક સોસાયટી ના રહીશો દ્રારા મામલતદાર ને લેખિત મા રજુઆત કરી

પ્રાંતિજ વૃંદાવન પાર્ક સોસાયટી ના રહીશો દ્રારા મામલતદાર ને લેખિત મા રજુઆત કરી
– વરસાદી પાણી , ગટર લાઇન  , સફાઇ તથા પીવાના પાણી ના પ્રશ્નોને લઈ ને રજુઆત કરી
– સોસાયટી ના પ્રમુખ સભ્યો રહીશો ઉપસ્થિત રહ્યા
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ વૃંદાવન પાર્ક સોસાયટી ના રહીશો દ્રારા પ્રાંતિજ મામલતદાર ને વિવિધ પ્રશ્નોને લઈ ને લેખિત મા રજૂઆત કરી


   પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ વૃંદાવન પાર્ક સોસાયટી ના રહીશો દ્રારા વિવિધ પ્રશ્ર્નો જેવાકે વરસાદી પાણી નો નિકાલ પીવાના પાણી ની સમસ્યા , ગટર લાઇન , સફાઇ ના પ્રશ્નો સહિત ના પ્રશ્નોને લઈ ને સોસાયટી રહીશો દ્રારા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પોહચ્યા હતા અને પ્રાંતિજ મામલતદાર જે.જી.ડાભી ને લેખિત મા રજુઆત કરી હતી જેમા વૃંદાવન પાર્ક સોસાયટી મા ચોમાસા મા વરસાદી પાણી છેક કેર સમા ભરાતા આ વર્ષે તંત્ર દ્રારા વરસાદી પાણીનો કાયમી ઉકેલ માટે ટેન્ડર ની કામગીરી કરવાની હતી તે થઈ કે નહી અને આ કામ કયારે ચાલુ થશે તેવી લેખિત મા ગેરંટી આપવા પણ રહીશોએ જણાવ્યુ હતુ અને સફાઇ તથા પીવાના પાણી ની લાઈન નવી નાખવા રજુઆત કરવામા આવી હતી તો સોસયટી મા કુલ ૫૨ મકાનો આવેલા છે તો કાયમી એક સફાઇ કામદાર અને અવારનવાર ટ્રેક્ટર સાથે માણસો મોકલી ને સોસાયટીની આજુબાજુ જમા થયેલો કચરો ભરાવી દેવા પણ રજુઆત કરવામા આવી હતી આ  સોસયટીના પ્રમુખ આર.કે.ચૌહાણ , ભગવતી બેન પટેલ , રોશન ભાઇ , કનુભાઈ , મુકુંદરાય ચૌહાણ , રસિદભાઇ સુમરા સહિત સોસાયટીના રહીશો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહીને રજુઆત કરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply