પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ
– ઉત્તરાયણ પર્વ ને લઇને પોલીસ સ્ટેશન ખાતે શાન્તીસમિતીની બેઠક યોજાઇ
– નગરના અગ્રણીઓ સહિત વેપારી મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં આવનાર ઉત્તરાયણ પર્વ ને લઇને પ્રાંતિજ પી.આઇ આર.આર.દેસાઇ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા નગર ના અગ્રણીઓ વેપારીઓ વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવનાર ઉત્તરાયણ પર્વ ને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર.દેસાઇ ની અધ્યક્ષતા મા શાન્તિ સમિતિ ની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી જેમા , નટુભાઈ બારોટ , સંજયભાઇ પટેલ , કોગ્રેસ શહેરપ્રમુખ સંજયભાઈ પટેલ , કોગ્રેસ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર , પૂર્વ પ્રમુખ નગરપાલિકા નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , પૂર્વ નગરપાલિકા પૂર્વ દિપકભાઇ કડીયા , નયનભાઇ દેસાઇ , સફીભાઇ , આજણાવાળા , ચામડાવાળા સહિતના આગેવાનો વેપારીઓ તથા હિન્દુ મુસ્લીમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ