fbpx

પાટીદાર સમાજની અનોખી પહેલ, પરિવારના મોભીના મોત પર 10 લાખ આપશે

પાટીદાર સમાજ એવો છે જે તેમના સમાજ માટે શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય કે સામાજિક વાત હોય હમેંશા કઇંકને કઇંક કરતો રહે છે. હવે સુરતના પાટીદારોએ એક અનોખી પહેલી કરી છે.

 સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્રારા પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજનાની સુરતથી શરૂઆત કરવામાં આવી છે. જે પરિવારની કમાતી વ્યક્તિ અથવા મોભીનું મોત થાય તો પરિવાર આર્થિક રીતે નોંધારો ન બની જાય તેના માટે આવા  પરિવારોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ યોજના અત્યારે સુરતના કડવા-લેઉઆ પાટીદારો માટે શરૂ કરવામાં આવી છે, પછી આખા ગુજરાતમા કડવા- લેઉઆ પાટીદારો માટે લાગૂ થશે.

આ યોજનામાં પાટીદાર સમાજના લોકો અરજી કરી શકશે, પરંતુ તેમણે સહાય નિધી આપવી પડશે. 18થી 30 વર્ષ માટે વર્ષના 100 વહીવટી ખર્ચ અને 2000 સહયોગ નિધી, 31થી 45 વર્ષ માટે 100 વહીવટી ખર્ચ અને 2500 રૂપિયા સહાય નિધી અને 46થી 55 વર્ષ સુધી 100 પ્લસ 3000 સહાય નિધી ભરવા પડશે અને આ બે વર્ષ ભર્યા પછી યોજનાનો લાભ મળશે.

Leave a Reply