fbpx

આણંદમાં તૈયાર થઇ ગયું બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન, આ છે વિશેષતા

ભારતીય રેલવેએ X પ્લેટફોર્મ પર આણંદમાં તૈયાર થઇ ગયેલા પહેલા બુલેટ ટ્રેનનો વીડિયો શેર કર્યો છે. અમદાવાદ- મુંબઇ કોરીડોરમાં ગુજરાતમાં કુલ 8 સ્ટેશન અને મુંબઇમા 4 સ્ટેશન બનવાના છે. સૌથી પહેલું બુલેટ ટ્રેનનું સ્ટેશન આણંદમાં તૈયાર થઇ ગયું છે જેને આણંદ-નડીયાદ સ્ટેશન નામ આપવામાં આવ્યું છે.

આણંદ બુલેટ સ્ટેશનની ખાસ વાત એ છે કે આણંદ મિલ્ક સિટી તરીકે જાણીતું છે અને સ્ટેશનના રંગરૂપમાં શ્વેત ક્રાંતિની ઝલક જોવા મળે છે. આણંદ સ્ટેશનનો ફ્રન્ટ ભાગ અને ઇન્ટીરીયરમાં દુધના ટીપાની ફીલ આવે તે રીતે બનાયું છે.

 આણંદના પ્લેટફોર્મની લંબાઇ 415 મીટર,સ્ટેશનની ઉંચાઇ 25.6 મીટર અને કુલ બાંધકામ 44073 ચો.મીમા બન્યું છે અને 3 માળનું બનાવવામાં આવ્યું છે.

Leave a Reply