fbpx

હારની સમીક્ષા બેઠક થશે, BCCI કોઈને ‘નિકાળશે’ નહીં, ગૌતમ-રોહિત-વિરાટ ‘સેફ’

Spread the love

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની શરમજનક હાર પછી ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન રોહિત શર્મા અને સિનિયર ખેલાડી વિરાટ કોહલીની ચારે તરફ ટીકા થઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ વર્ષનો અંત ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી ખરાબ સીઝન સાથે કર્યો. ટીમ ઈન્ડિયા પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી. છેલ્લી કેટલીક શ્રેણીમાં ખરાબ પ્રદર્શન છતાં કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન રોહિત શર્મા અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

ભારતીય ટીમને 12 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રથમ વખત હતું જ્યારે ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે રમતી વખતે ત્રણ કે તેથી વધુ મેચોની ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તરત જ ભારતે 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) પણ ગુમાવી દીધી હતી.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ ઓસ્ટ્રેલિયામાં ઘણું ખરાબ રહ્યું હતું. તેણે પાંચ ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પ્રથમ ટેસ્ટની શરૂઆત સદીથી કરી હતી, પરંતુ તે પછી નિરાશ થયો હતો. બાકીની મેચોમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો અને નવ ઇનિંગ્સમાં 23.95ની એવરેજથી 190 રન બનાવ્યા હતા. ગૌતમ ગંભીરનું કોચિંગ ડેબ્યૂ પણ નિરાશાજનક રહ્યું હતું. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ખરાબ પ્રદર્શન પહેલા ભારતે 27 વર્ષ પછી શ્રીલંકા સામે દ્વિપક્ષીય વનડે શ્રેણી પણ ગુમાવી હતી.

મીડિયા સૂત્રોની એક સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ખરાબ પ્રદર્શન છતાં ગંભીર, રોહિત અને વિરાટ પોતપોતાની જગ્યા જાળવી રાખશે. માહિતી અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક સમીક્ષા બેઠક કરશે, પરંતુ કોઈને ‘બરતરફ’ કરવામાં આવશે નહીં. BCCIના એક સૂત્રએ મીડિયા સૂત્રને કહ્યું, ‘હા, સમીક્ષા બેઠક થશે, પરંતુ કોઈને નીકાળવામાં નહીં આવે. તમે એક શ્રેણીમાં બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન માટે કોચને હટાવી શકતા નથી. ગૌતમ ગંભીર કોચ બન્યા રહેશે અને વિરાટ અને રોહિત ઈંગ્લેન્ડ શ્રેણીમાં રમશે. હવે તમામનું ધ્યાન ચેમ્પિયન્સ ટ્રોફી પર છે.’

error: Content is protected !!