fbpx

પાટીદાર આંદોલનના 10 વર્ષ પછી ગુજરાતના ઉદ્યોગકાર કરસન પટેલે કેમ વિવાદ ઉખેડ્યો?

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને એક દાયકો થઇ ગયો. ત્યારે આ આંદોલનનો હેતુ શું હતો? તેનાથી ખરેખર ફાયદો થયો કે નહી? તે મામલે પાટીદાર સમાજના બે આગેવાનો સામસામે આવી ગયા છે. નિરમા ગ્રુપના સ્થાપક કરસન પટેલે પાટીદાર આંદોલનથી કશો ફાયદો થયો નહીં તેવું નિવેદન આપ્યું તો તેની સામે પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા અને અત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે જવાબ આપ્યો છે. હાર્દિકે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલને કારણે વિદ્યાર્થીઓને 10 ટકા ECBનો લાભ મળ્યો, પરંતુ કરસન પટેલ જેવા કરોડપતિને આની ખબર ન હોય.

કરસન પટેલે કહ્યું હતું કે, પાટીદાર આંદોલનથી કોઇ ફાયદો થયો નથી અને તેને બદલે કેટલાંક યુવાનો શહીદ થયા અને આંદોલન કરનારા કેટલાંકે પોતાનો રાજકીય રોટલો શેકી લીધો હતો. આ આંદોલન પાટીદાર સમાજની દીકરી અને તે પણ લેઉઆ પટેલ સમાજની તેમણે સત્તા છોડવી પડી હતી.

Leave a Reply