fbpx

સુરતનો બિઝનેસમેન અમેરિકામાં એવા ગુનામાં પકડાયો કે 50 વર્ષ સુધી જેલમાં રહી શકે છે

Spread the love

અમેરિકામા વિટામીન સીની આડમાં ડ્રગ્સ સપ્લાય કરતા સુરતના બિઝનેસમેનની ન્યુયોર્કમાં 4 જાન્યુઆરી 2025માં ધરપકડ કરવામા આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં રેક્સટર કેમિકલના સ્થાપક અને જહાંગીરપરા દાંડી વિસ્તારમાં એથોસ કંપનીના પૂર્વ ડિરેકટર એવા ભાવેશ રણછોડભાઇ લાઠીયાની ધરપકડ કરવામાં આવી છે. ભાવેશ 36 વર્ષનો છે.

ન્યુયોર્કમાં ઘાતક સિન્થેટીક ડ્રગ ફેન્ટાનીલના ઉત્પાદન અને દાણચોરીના કેસમાં ભાવેશ લાઠીયાને બ્રુકલીન ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લાઠીયા પર આરોપ છે કે તે કેમિકલ ગેરકાયદેસર રીતે મેક્સિકોના કુખ્યાત ડ્રગ્સ કાર્ટેલને સપ્લાય કરતો હતા અને કસ્ટમની પકડથી બચવા ખોટા લેબલિંગ કરતો હતો.

ફેન્ટાનીલ એ હેરોઇન કરતા 50 ગણું અને મોર્ફિન ડ્રગ કરતા 100 ગણું વધારે શક્તિશાળી માનવામાં આવે છે.

error: Content is protected !!