બોલિવૂડ એક્ટર સોનુ સૂદ આ દિવસોમાં સમાચારમાં છે. ખરેખર, સોનુની ફિલ્મ ‘ફતેહ’ રિલીઝ થવાની છે, જેનાથી અભિનેતાને પણ ઘણી અપેક્ષાઓ છે. આવી સ્થિતિમાં, તે મીડિયા હાઉસને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે અને કેટલીક અંગત વાતો શેર કરી રહ્યા છે. તાજેતરમાં સોનુએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો. જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં કેટલાક કલાકારો કેમેરા ન હોવા છતાં પણ એક્ટિંગ કરતા રહે છે.
મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં સોનુએ કહ્યું કે, હું જે કલાકારો વિશે તમને કહેવા જઈ રહ્યો છું તેઓ આ સાંભળ્યા પછી કદાચ મને નફરત કરી શકે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો એવા છે જે કેમેરા સામે તો અભિનય કરે જ છે, પરંતુ તેઓ કેમેરા ન હોવા છતાં પણ એક્ટિંગ કરવાનું છોડતા નથી. મને લાગે છે કે જ્યારે કેમેરા બંધ હોય ત્યારે તમારે અભિનય કરવાનું બંધ કરી દેવું જોઈએ. પરંતુ કેટલાક લોકો આ કરી શકતા નથી. હું ઘણા કલાકારોને જાણું છું જે કેમેરાની બહાર પણ અભિનય કરતા હોય છે.
સોનુએ આગળ કહ્યું કે, તમે જોયું હશે કે, કલાકારો તેમના બોડીગાર્ડ્સ સાથે ફરે છે. હું મોટા કાર્યક્રમોમાં મારી સાથે કેટલાક બોડીગાર્ડ્સને પણ લઈ જાઉં છું. પણ મારી વાત એ છે કે, હું મારા બોડીગાર્ડ્સને કહું છું કે મને એકલો છોડી દો, કારણ કે મને લોકો સાથે વાત કરવામાં મજા આવે છે. તાજેતરમાં, જ્યારે હું કોલકાતામાં હતો, ત્યારે મેં જાહેર સ્થળોએ જવાનું નક્કી કર્યું. હું જાહેર પરિવહનનો ઉપયોગ કરીશ. હું લોકો સાથે વાત કરીશ. આ સાંભળીને મારા બોડીગાર્ડ્સ ડરી ગયા અને કહ્યું, ‘લોકો તમારી આસપાસ ટોળું વળી ભેગા થઇ જશે’, પરંતુ મેં કહ્યું કે મને સુરક્ષાની જરૂર નથી. હું મારી ટીમ સાથે ગયો, લોકો આવ્યા, પણ કંઈ ખાસ બન્યું નહીં. લોકોને પણ તે ગમ્યું.
‘કેટલાક કલાકારો સુરક્ષા માટે નહીં પણ દેખાડો કરવા માટે બોડીગાર્ડ રાખે છે. ઘણા લોકો પોતાના બોડીગાર્ડ્સને એરપોર્ટ પર પણ સાથે લાવે છે અને પછી ત્યાં મોટો હંગામો મચાવી દે છે. એકવાર મેં એક બોડીગાર્ડને પૂછ્યું, ‘તમે લોકો આવો હંગામો કેમ કરી રહ્યા છો? શું તમે શાંતિથી નથી ચાલી શકતા?’ તેણે કહ્યું, ‘ના સાહેબ, અમને હંગામો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો અમે તે નહીં કરીએ, તો અમને ઠપકો આપવામાં આવે છે.’ એટલા માટે ઘણા કલાકારો તેમની ટીમને આ બધું નાટક કરવાનું કહે છે, જેથી કરીને લોકોનું ધ્યાન તેમના પ્રત્યે ખેંચાય. ખરેખર, તેઓ પોતાને અસુરક્ષિત અનુભવતા હોય છે, કે જો તેઓ આ બધું નાટક કર્યા વિના ક્યાંય જશે, તો લોકો તેમની તરફ ધ્યાન નહીંઆપે.’