પ્રાંતિજ પુ.જે. સોલંકી સેવા ટ્રસ્ટ ખાતે ચૌદમી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
– ચૌદમી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
– સાબરકાંઠા-અરવલ્લી ની ૨૩ શાળા ઓના વિધાર્થી ઓએ ભાગ લીધો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કાર્યરત શ્રી પુરુષોત્તમ દાસ જેઠાભાઈ સોલંકી સેવા ટ્રસ્ટ ખાતે ચૌદમી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રી લાલાકાકા કન્યા છાત્રાલય અને શ્રી પુ.જે.સોલંકી સેવા ટ્રસ્ટ પ્રાંતિજ ખાતે બાબુભાઇ જશભાઇ પટેલ વિજયપદ્મ જિલ્લા કક્ષાની જિલ્લા કક્ષાની ચૌદમી વક્તૃત્વ સ્પર્ધા પૂર્વ નિવૃત્ત IAS પૂર્વ પ્રાદેશિક કમિશનર દિનેશ કુમાર ડી.કાપડીયા અધ્યક્ષતામા યોજાઈ હતી જેમા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા મા આવેલ સ્કુલો માંથી કુલ -૨૩ શાળાઓએ ભાગ લીધો હતો જેમા ૫ વિધાર્થીનીઓ તથા ૧૮ વિધાર્થીઓ સહિત કુલ-૨૩ વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમા ૧થી૩ નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા તો આ પ્રસંગે હસમુખભાઈ પરમાર , હિરેન વાધેલા , અરૂણસિંહ કિશોરસિંહ ભાટી , પ્રવિણભાઇ અમૃતભાઈ વાધેલા , નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , હિતેષ કુમાર કે.સાધુ , પ્રમુખ દિનશા , મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ સોલંકી સહિત મોટી સંખ્યા મા વિધાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ