fbpx

પ્રાંતિજ ના મોયદ ગામની સીમમાંથી પ્રાંતિજ પોલીસે ૫૬૭૬૦ વેદશીદારૂ ઝડપી પાડયો

વિદેશીદારૂ , મોબાઈલ , બાઇક સહિત ૧,૦૦૭૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રાંતિજ ના મોયદ ગામની સીમમાંથી પ્રાંતિજ પોલીસે ૫૬૭૬૦ વેદશીદારૂ ઝડપી પાડયો
– એક યુવાન સહિત બાળકિશોર ને ઝડપી પાડયો
– બાળકિશોર સહિત કુલ પાંચ સામે ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરી
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મોયદ ગામની સીમમાંથી બાતમી ના આધારે ૫૬૭૬૦ નો વિદેશીદારૂ સાથે એક બાળકિશોર સહિત એક યુવાની પ્રાંતિજ પોલીસ દ્રારા અટકાયત કરવામા આવી હતી અને બાળકિશોર સહિત કુલ પાંચ સામે પોલીસ ફરિયાદ કરવામા આવી હતી


  પ્રાંતિજ પોલીસ મોયદ બીટ વિસ્તાર માં પેટ્રોલિંગ મા હતી તે દરમ્યાન તેવોને ખાનગી રાહે બાતમી મળી કે એક સ્વીફટ ગાડી માં વિદેશીદારૂ મોયદ ગામમા વનરાજસિંહ મંગાવેલ હોય જે લઈ પ્રાંતિજ પોલીસ દ્રારા મોયદ થી કાટવાડ ગામ તરફ જતા કાચા રસ્તા થી રૂપપુરા ગામ તરફ વોચ ગોઠવી હકીકત વાળી જગ્યાએ બે ઇસમો એક મોટર સાયકલ લઇ કાચા રસ્તા ની બાજુમા ઉભેલ હોય પોલીસ ને જોઈ ને દુરથી ભાગતા જતા પોલીસે કોર્ડન કરી પકડી નામ પુછી જે જગ્યાએ ઉભા હતા તે ખતેરની વાડ પાસે જોતા ભારતીય બનાવટની વિદેશીદારૂ , બીયર ની અલગ-અલગ બ્રાન્ડ ની છુટી બોટલો પ્લાસ્ટિક થેલીમા તથા ખાખી કલરના પુઠામા અલગ-અલગ બ્રાન્ડ ની પેટીઓમાથી વિદેશીદારૂ પ્લાસ્ટિક તથા કાચની બોટલ બીયર નંગ-૩૦૦ કુલ-લીટર ૧૨૧.૧૪ જેની કિંમત ૫૬૭૬૦ તથા મોબાઇલ નંગ-૨ જેની કિંમત ૯૦૦૦ તથા એક મોટરસાયકલ જેની કિંમત ૩૫૦૦૦ મળી કુલ ૧,૦૦૭૬૦  ના મુદામાલ સાથે વનરાજસિંહ નવલસિંહ રાઠોડ રહે.મોયદ રૂપાજી ગામ-મોયાડ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા તથા એક બાળકિશોર સહિત પાંચ ની અટકાયત કરી તો વોન્ટેડ કિરપાલસિંહ ચંદ્રસિંહ પરમાર તથા લખધીરસિંહ માધુસિંહ પરમાર બન્ને રહે.હાપા તા.હિંમતનગર, જિ.સાબરકાંઠા તથા વોન્ટેડ અજય ભગોરા રહે.નાંખી ,ગામ- નાંખી , હિંમતનગર , જિ સાબરકાંઠા વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ દ્રારા આઇપીસીકલમ -૬૫(એ) ,૬૫, (ઇ),૧૧૬- બી, ૮૧ મુજબ ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply