પ્રાંતિજ તક્ષશિલા વિધાલય ખાતે વાર્ષિકોત્સવ યોજાયો
– સાંસ્કૃતિક કાર્યક્રમો માં ભાગ લઇને બાળકોએ આવનાર મહેમાનો ના દિલ જીતી લીધા
– વાલીઓ તથા પ્રેક્ષકો ના પણ દિલ જીતી લીધા
– ઉપસ્થિત સોવકોઇએ બાળકો તથા શિક્ષકો ની કામગીરી ને બિરદાવી
– શાળા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ તક્ષશિલા વિધાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા ના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માં ભાગ લઇને આવનાર મહેમાનો વાલીઓ પ્રેક્ષકો ના દિલ જીતી લીધા હતાં
પ્રાંતિજ રેલ્વે સ્ટેશન બાલીસણા રોડ ઉપર આવેલ તક્ષશિલા વિધાલય ખાતે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ KG થી ધોરણ -૧ સુધી ના વિધાર્થીઓમા રહેલ આંતરીક શક્તિઓને વાચા આપવા માટે તક્ષશિલા વિધાલય ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું હતું જેમાં વિધાલય ના બાળકોએ એકપાત્રીય અભિનય , આદિવાસી નૃત્ય , કોલી , સ્પીચ , અભિનયગીત , દેશભકિત ગીત , નાટક , ગરબા સહિત ના કાર્યક્રમો માં ભાગ લઇને બહાર થી આવનાર મહેમાનો તથા વાલીઓ પ્રેક્ષકો ના દિલ જીતી લીધા હતાં તો આ પ્રસંગે ર્ડા.સંકેત ભાઇ પટેલ , બાબુભાઇ કે.પટેલ , શાળા ના આચાર્ય મુકેશભાઈ પટેલ , ટ્રસ્ટી વિનુભાઇ પટેલ , રમેશભાઇ પટેલ , જીગ્નેશભાઇ સહિત શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તો શાળાના શિક્ષકો દ્રારા બાળકો મા રહેલ શક્તિ ઓને ખુબજ સુંદર રીતે વાચા આપવામાં આવી હતી તો તક્ષશિલા શાળા પરિવાર સ્ટાફ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ સહિત તાલુકા માંથી લોકો સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને મેદાન પણ નાનુ પડયું હતું
જીલ રાવલ પ્રાંતિજ