fbpx

પ્રાંતિજ ના લીમલા ખાતે સતત ત્રીજા દિવસે પણ આરોગ્ય ટીમ દ્રારા સર્વે હાથ ધર્યુ

પ્રાંતિજ ના લીમલા ખાતે સતત ત્રીજા દિવસે પણ આરોગ્ય ટીમ દ્રારા સર્વે હાથ ધર્યુ
– ૨૬૯ ધરો મા સતત ત્રીજા દિવસે સર્વે હાથધરાયુ
– આરોગ્ય વિભાગ ની ચાર ટીમો દ્રારા સર્વે હાથ ધર્યુ
– ૦ થી ૧૦ વર્ષ ના બાળકો અને ૫૦ વર્ષ ના ઉપરના વ્યક્તિઓનો સર્વે કરવામા આવ્યુ
             

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના લીમલા માં સામે આવેલ એચએમપીવી વાયરસનો પોઝિટિવ કેસ સામે આવવાનાને લઈ તંત્ર સતર્ક થઈ ચૂક્યુ છે અને આરોગ્ય વિભાગ દ્વારા ચાર જેટલી ટીમો વડે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે

 રાજ્યમાં એચએમપીવી વાયરસના કેસ સામે આવ્યા છે જેમા બાળકને વાયરસ મળ્યાનો પ્રથમ કેસ પ્રાંતિજ તાલુકા ના લીમલા ખાતે  નોંધાયો છે જેને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે અને સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા પ્રાંતિજ તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરાઇ છે પ્રાંતિજ નજીકના લીમલા ગામમાં જે બાળકને વાયરસ પોઝિટિવ સામે આવ્યો છે તે બાળકની હિસ્ટ્રી શોધવા માટે પણ પ્રયાસ શરુ કરાયા છે  જેમાં બાળક બહારના કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં આવેલ કે કેમ એ અંગે પણ તપાસ શરુ કરાઈ છે અને ગામના ૧૬૭૪ જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો છે જેમાં ૨૬૪ જેટલા બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે જેનાં એચએમપીવી વાયરસ જેવા લક્ષણો છે કે કેમ એ જોવામાં આવી રહ્યું છે જેથી કોઈને શંકાસ્પદ લક્ષણ જણાય તો તુરંત સારવાર માટે ખસેડી શકાય સર્વેની ટીમો હજુ કેટલાક દિવસો સુધી સતત વૃદ્ધો અને બાળકોનો સર્વે જારી રાખશે બીજી તરફ પોઝિટિવ કેસ સામે આવેલ બાળક હાલમાં ક્રિટિકલ સ્થિતિમાં છે અને તેને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે જેને માટે તબીબોની વિશેષ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે ત્યારે હાલતો સ્થાનિક આરોગ્ય તંત્ર દ્રારા સતત ત્રીજા દિવસે  લીમલા ગામ મા ચાર ટીમો બનાવીને સર્વે કયુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply