પ્રાંતિજ ના કાટવાડ પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત
– અકસ્માત મા ૨૫ વર્ષિય ચાલક નુ કમકમાટી ભર્યુ મોત
– અકસ્માત મા ટેન્ડર ચાલક ના બે ટુકડા થઈ ગયા
– ટેન્ડર નો આગળનો ભાગ કુંચડો થઈ ગયો
– આગળ જતી ટ્રક પાછળ ટેન્ડર ધુસી જતા અકસ્માત
– અકસ્માત ને લઈ ને નેશનલ હાઇવે-૪૮ ઉપર ટ્રાફિક જામ
– પ્રાંતિજ પોલીસ દોડી આવી ટ્રાફિક દુર કરી આગળની તપાસ હાથ ધરી હતી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કાટવાડ પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત મા ટેન્કર ચાલક નુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ તો ટેન્કર નો આગળનો ભાગ કુચડો થઈ ગયો હતો
અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ ના કાટવાડ પાસે શનિવાર ની વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા રાજસ્થાન થી માર્બલ ભરી ને અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક નંબર RJ30GB1587 ની પાછળ વન્ડર સિમેન્ટ નું ટેન્કર નંબર-GJ01JT5737 નો ચાલક ફુલફાસ્ટ હંકારીલઇ આવી ધડાકા ભેર ટક્કર મારતા ટેન્કર નો આગળનો ભાગ કુચડો થઈ ગયો હતો તો અકસ્માત મા ૨૫ વર્ષિય ટેન્કર ચાલક યુવાન દિલીપભાઈ પ્રહલાદભાઇ ચોકીદાર (ઠાકોર) ના શરીર ના બે ટુકડા થઈ ગયા હતા તો અકસ્માત ને લઈ ને નેશનલ હાઇવે-૪૮ ઉપર ટ્રાફિક જામ થયો હતો તો અકસ્માત અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ને સર્વિસ રોડ ઉપર ડાયવટ કર્યો હતો તો અને ઇજાગ્રસ્ત ટ્રક ચાલક હીરાલાલ રામજીભાઇ રબારી (રાજસ્થાન ઉદેપુર) ને શરીરે ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અથે ખસેડવામા આવ્યા હતા તો મૃતક ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામા આવ્યો હતો અને આગળની કાયદેસર ની કાર્યાવહી હાથ ધરી હતી
જીલ રાવલ પ્રાંતિજ