fbpx

સ્ટીવ જોબ્સની પત્નીને કાશી વિશ્વનાથમાં શિવલિંગ સ્પર્શ ન કરવા દેવાયો,અપાયુ આ કારણ

મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે, ગણતરીના કલાકમાં કરોડથી વધુ લોકોએ સ્નાન પણ કરી લીધું છે, ત્યારે એક વિવાદ પણ સામે આવ્યો છે, જેમાં Apple કંપનીના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સને શિવલિંગનો સ્પર્શ કરવા દેવામાં આવ્યો નહોત. તેઓ મહાકુંભમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. મહાકુંભ માટે પ્રયાગરાજ જતા પહેલા લોરેન 11 જાન્યુઆરીએ વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે કાશી વિશ્વનાથના દર્શન કર્યા. આ દરમિયાન તેઓ ગુલાબી રંગના સૂટ અને દુપટ્ટામાં જોવા મળ્યા હતા. લોરેનની કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત બાદ એક ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ચર્ચા તેમને મંદિરમાં શિવલિંગને સ્પર્શ ન કરવા દેવા અંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી નહોતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ નિરંજની અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરીએ આ મામલે સ્પષ્ટતા આપી છે. જેમની સાથે લોરેન પોવેલ જોબ્સ કાશી વિશ્વનાથ ગયા હતા. કૈલાશાનંદ ગિરીએ કહ્યું હતું કે સ્ટીવ જોબ્સના પત્ની અમારી સાથે કાશી વિશ્વનાથમાં મહાદેવના દર્શન કરવા ગયા હતા. નિયમ મુજબ તેમને શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી નહોતી કારણ કે ભારતીય પરંપરા મુજબ, બિન-હિન્દુ ધર્મના લોકોને શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી નથી. તેથી તેમને બહારથી જ દર્શન કરાવવામાં આવ્યા હતા. હું આચાર્ય છું અને પરંપરાઓનું પાલન કરવાનું મારું કામ છે. તે મારી દીકરી છે અને તે આપણી પરંપરાને સમજી રહી છે.

સ્ટીવ જોબ્સના પત્ની મહાકુંભ 2025માં 60 જણાની ટીમ સાથે પહોંચી ગયા

એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સ મહાકુંભ 2025માં ભાગ લેવા માટે વારાણસી પહોંચી ગયા છે અને 13 જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચી જશે. તેઓ તેમની 60 જણાની ટીમ સાથે લઇને આવ્યા છે.લોરેન પોતે દુનિયાના અબજોપતિની યાદીમાં સામેલ છે.

લોરેન નિરંજની અખાડાના આચાર્ય સ્વામી કૈલાશનંદ મહારાજને પોતાના ગુરુ બનાવ્યા છે. લોરેન 10 દિવસ સુધી કલ્પવાસમાં રહેશે. ગુરુ કૈલાશનંદમહારાજે 10 દિવસ માટે લોરેનનું નામ કમલા રાખ્યું છે.

લોરેન શાંતિ અને અધ્યાતમની શોધમાં મહાકુંભ 2025માં સામેલ થવા માટે આવ્યા છે અને શાહી સ્નાનમાં પણ ભાગ લેશે.

લોરેન 12 જાન્યુઆરીએ વારાસણસી પહોંચી ગયા છે અને તેમણે કાશી વિશ્વાનથ મહાદેવના દર્શન કર્યા છે અને રાત્રે ગંગા આરતીમાં ભાગ લીધો છે.

Leave a Reply