fbpx

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇરફાન અને ગાવસ્કરે પસંદ કરી પોતાની ડ્રીમ ટીમ

ચેમ્પિયન્સ ટ્રોફી ટીમની જાહેરાતને લઈને ભારતીય ક્રિકેટ ચાહકોની નજર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર ટકેલી છે. આ દરમિયાન, મહાન સુનીલ ગાવસ્કર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની પસંદગી કરી છે. અજિત અગરકરની આગેવાની હેઠળની BCCI પસંદગી સમિતિએ તાજેતરમાં જ જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવની ઉપલબ્ધતા અંગે સસ્પેન્સને કારણે ICCને ટીમની જાહેરાત માટે થોડો સમય આપવાની વિનંતી કરી છે. ટીમની સત્તાવાર જાહેરાત 19 જાન્યુઆરીએ થવાની ધારણા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે લગભગ મોટાભાગની ટીમોની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ ટીમ ઈન્ડિયાની જાહેરાત હજુ પણ વિલંબિત થઈ રહી છે. ભારત આ અઠવાડિયે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન, ઇરફાન પઠાણ અને સુનીલ ગાવસ્કરે પોતાની ભારતીય ટીમની પસંદગી કરી લીધી છે. તેમણે ટીમમાં શ્રેયસ ઐયર, KL રાહુલ જેવા ખેલાડીઓને તક આપી છે.

તેમણે કહ્યું, ‘જો હું હોત, તો મેં એ જોયું હોત કે, તાજેતરના સમયમાં કોણે સારું પ્રદર્શન કર્યું છે. KL રાહુલે 50 ઓવરના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેયસ ઐયર, જે રીતે તે ODI વર્લ્ડ કપમાં રમ્યો, મને લાગે છે કે તેણે ટીમમાં પાછા ફરવું જોઈએ. છેલ્લા કેટલાક મહિનાઓથી તેની અવગણના કરવામાં આવી રહી છે. હું આ બંને ખેલાડીઓને મારી ટીમમાં તક આપીશ.’

ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું, ‘મારા માટે, શ્રેયસ ઐયર ચોથા નંબર પર રહેશે, KL રાહુલ પાંચમા નંબરે અને રિષભ પંત છઠ્ઠા નંબરે રહેશે. સંજુ સેમસન ટીમમાં હોવો જોઈએ, કારણ કે તેણે ભારત માટે ઘણી સદીઓ ફટકારી છે. તમે એવા ખેલાડીને કેવી રીતે અવગણી શકો છો, જે તેની ટીમ માટે સદી ફટકારી રહ્યો છે.’

ઇરફાન પઠાણે કહ્યું, ‘જો આવી ટીમ હોય તો રવિન્દ્ર જાડેજાએ 8મા નંબર પર આવવું જોઈએ. મોહમ્મદ સિરાજને બેકઅપ સીમર તરીકે રાખી શકાય છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ટીમમાં રહેશે કે નહીં તેના પર પણ તેનો આધાર રહેશે.’ ગાવસ્કરે કહ્યું કે, ‘જો તે બંને ન હોય તો અર્શદીપ સિંહને પણ બેકઅપ સીમર તરીકે રાખી શકાય છે.’

ગાવસ્કર અને ઇરફાનની પસંદગીની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શુભમન ગિલ, રિષભ પંત, KL રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, સંજુ સેમસન.

Leave a Reply