fbpx

20 વર્ષથી કુંભ મેળા દરમિયાન જ શેરબજાર ડૂબકી લગાવે છે! આજે 14 લાખ કરોડ ડૂબ્યા

મહાકુંભ 2025 આજથી શરૂ થઈ ગયો છે. પ્રયાગરાજમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. એક તરફ કુંભમાં ધર્મ અને શ્રદ્ધાનું સ્નાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ શેરબજાર પણ ડૂબકી લગાવી રહ્યું છે. આજે, સેન્સેક્સે 1048 પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો છે, અને ઘટાડાના સતત 20 વર્ષના ઇતિહાસને જાળવી રાખ્યો છે.

આજે તેને સંજોગ કહો કે ઇતિહાસ, પરંતુ એવું જોવા મળ્યું છે કે, કુંભ દરમિયાન શેરબજારમાં પણ ડૂબકી લગાવતું હોય છે. આ ફક્ત એમ જ નથી કહેવાય રહ્યું. છેલ્લા 20 વર્ષના ડેટાના આધારે એવું જોવા મળ્યું છે કે કુંભ મેળા દરમિયાન સેન્સેક્સની સ્થિતિ બગાડી જતી હોય છે. જો આજની વાત કરીએ તો કુંભ શરૂ થઈ ગયો છે અને બીજી તરફ સેન્સેક્સ હજાર પોઈન્ટથી નીચે આવી ગયો છે. થોડા જ સમયમાં રોકાણકારોએ 14 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. સોમવારે, સેન્સેક્સ 1048.90 પોઈન્ટ અથવા -1.36 ટકા ઘટીને 76,330.01 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 345.55 પોઈન્ટ અથવા -1.47 ટકા ઘટીને 23,085.95 પર બંધ થયો હતો.

મહા કુંભ મેળા દરમિયાન શેરબજારના આવા વર્તન પર સેમકો સિક્યોરિટીઝે એક રસપ્રદ ઉદાહરણ રજૂ કર્યું છે. સેમ્કો સિક્યોરિટીઝના માર્કેટ પર્સ્પેક્ટિવ્સ અને રિસર્ચના વડા અપૂર્વ શેઠે છેલ્લા 20 વર્ષમાં કુંભ દરમિયાન બજારના પ્રદર્શનનું વિશ્લેષણ કર્યું. રિપોર્ટ અનુસાર, 20 વર્ષમાં છ વખત કુંભ દરમિયાન શેરબજારમાં નકારાત્મક વલણ જોવા મળ્યું છે.

SAMCO સિક્યોરિટીઝના અહેવાલ મુજબ, 5 એપ્રિલ 2004થી 4 મે 2005 દરમિયાન ઉજ્જૈનમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન, સેન્સેક્સનું વળતર -3.3 ટકા હતું.

14 જાન્યુઆરી, 2010થી 28 એપ્રિલ, 2010 દરમિયાન હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન સેન્સેક્સનું વળતર -1.2 ટકા હતું.

14 જાન્યુઆરી, 2013થી 11 માર્ચ, 2013 દરમિયાન પ્રયાગરાજ ખાતે યોજાયેલા કુંભ મેળા દરમિયાન, સેન્સેક્સનું વળતર -1.3 ટકા હતું.

14 જુલાઈ, 2015થી 28 સપ્ટેમ્બર, 2015 સુધીના નાસિક કુંભ મેળા દરમિયાન, સેન્સેક્સનું વળતર -8.3 ટકા હતું.

22 એપ્રિલ, 2016થી 23 મે, 2016 સુધીના ઉજ્જૈન કુંભ મેળા દરમિયાન, સેન્સેક્સનું વળતર -2.4 ટકા હતું.

01 એપ્રિલ 2021થી 19 એપ્રિલ 2021 સુધી, પ્રયાગરાજ કુંભ મેળા દરમિયાન, સેન્સેક્સનું વળતર -4.2 ટકા હતું.

આ આંકડા દર્શાવે છે કે, કુંભ દરમિયાન રોકાણકારો સાવધાની સાથે બજારમાં રોકાણ કરે છે. સેન્સેક્સનું નકારાત્મક વળતર શેરબજારમાં ઘટાડો દર્શાવે છે. એટલે કે, છેલ્લા 20 વર્ષના ડેટા દર્શાવે છે કે, કુંભ મેળા દરમિયાન, એવો કોઈ પ્રસંગ નહોતો જ્યારે સેન્સેક્સે સકારાત્મક વળતર દર્શાવ્યું હોય. આ ઘટાડા પાછળ ઘણા કારણો હોઈ શકે છે; મોટાભાગના નિષ્ણાતો માને છે કે, તે રોકાણકારોની સાવધાનીનું કારણ છે. આ સમય દરમિયાન લોકો સાવધાનીપૂર્વક રોકાણ કરે છે. જ્યારે, ઘણા લોકો ઝડપી નફો મેળવવા માટે વેચાણનો આશરો લે છે. ઘણા નિષ્ણાતો એવું પણ માને છે કે, કુંભ દરમિયાન, જ્યારે લાખો લોકો તીર્થયાત્રા કરી રહ્યા હોય છે, ત્યારે ઉપભોગની પદ્ધતિમાં કામચલાઉ ફેરફાર થાય છે. કેટલાક ક્ષેત્રોમાં આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે. સેમ્કોએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ નવીનતા અને એકલતામાં ઊંડા મૂળ ધરાવે છે, જે અજાણતાં રોકાણકારોના વર્તનને પ્રભાવિત કરી શકે છે, જેનાથી જોખમ-વિરોધક ભાવના પેદા થઈ શકે છે. જેની અસર બજાર પર દેખાતી હોય છે.

Leave a Reply