ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 26 જાન્યુઆરી 2025થી રાજધાની લખનૌમાં એવું કરવા જઇ રહ્યા છે જે ગુજરાત સરકારે ખાસ કરીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ફોલો કરવા જેવું છે.
લખનૌમાં 26 જાન્યુઆરી 2025થી એવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે કે, કોઇ પણ ટુ વ્હીલર ચાલક કોઇ પણ પેટ્રોલ પંપ પર હેલ્મેટ પહેરીને જશે તો જ ઇંધણ મળશે, એટલું જ નહીં જો ટુ વ્હીલરની પાછળ બેઠેલી વ્યકિતએ પણ હેલ્મેટ પહેરલું હોવું ફરજિયાત રહેશે.
હેલ્મેટ નહીં તો, ઇંધણ નહીં એવા નામથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેટ્રોલ પંપ ચાલકોને પણ સુચના આપવામાં આવી છે કે, દરેક પેટ્રોલ પર પર સુચના લખેલા સાઇન બોર્ડ મુકવા પડશે. સાથે CCTC પણ ચાલું કંડીશનમાં રાખવા પડશે.