
અમરેલીમાં પાટીદાર દીકરી પાયલનું સરઘસ કાઢવાની ઘટનાને આજે 20-20 દિવસ થવા છતા આ ઇશ્યુ હજુ ચર્ચામાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સતત લડત આપી રહ્યા છે. તાજેતરમાં કોગ્રેંસ નેતા વિરજી ઠુંમરે અમરેલીના ભાજપના સાંસદ ભરતિયા સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, જનક તળાવીયા, જી વી, કાકડીયાને પાટીદાર દીકરી કાંડ વિશે 4 પાનાનો લાંબો લચક પત્ર લખીને તેમની સામે નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ પત્રને X પ્લેટફોર્મ પર રિટ્વીટ કરીને લખ્યું કે, ભાજપના સાંસદ- ધારાસભ્યો ખોવાયા છે, જડે ઇ જાણ કરજો. 20-20 દિવસથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ છે.
ભાજપના બે જ નેતાઓએ અત્યાર સુધી મોંઢુ ખોલ્યું છે જેમાં પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીએ આ ઘટના વિશે પોલીસની ભૂલ હોવોનું કહ્યું હતું.
