એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ગુજરાતની ઝોનલ ઓફિસે તાજેતરમાં અમદાવાદની ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ બેંક છેતરપિંડીના કેસમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાર્થ ધર્યુ હતું. જેમાં બે મર્સિડીઝ કાર અને 37 બેંક ખાતાની 33.67 કરોડ રૂપિયાની રકમ સ્થિગત કરી દેવામાં આવી છે.
ગુરુવારે EDએ નિવેદન આપ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં 10 અને 11 જાન્યુઆરીએ ઇલેકટ્રોથર્મ ઇન્ડિયાની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપનીના ડિરેક્ટર્સ મુકેશ ભંડારી અને શૈલેષ ભંડારી અને અન્યો વિરુદ્ધ બેંક ઓફ ઇન્ડિયાએ 631.97 કરોડ ડુબાડી દીધા હોવાની ફરિયાદ કરી હતી.
ED પોતે પણ મુકેશ અને શૈલેષ ભંડારી સામે બે બેંક કૌભાંડની તપાસ કરી રહી છે. જેમાં સેન્ટ્રલ બેંકની રૂપિયા 388 કરોડ રૂપિયાની લોન આ બંધુઓએ ચૂકવી નથી.
