fbpx

પ્રાંતિજ ના રસુલપુર સીમમા આવેલ ખેતરોમા હાથમતી કેનાલ ના પાણી ફરી વળ્યાં

Spread the love

પ્રાંતિજ ના રસુલપુર સીમમા આવેલ ખેતરોમા હાથમતી કેનાલ ના પાણી ફરી વળ્યાં
– પાણી ફરી વળતા ખેતરો બેટ મા ફેરવાયા
– ૭૦ થી ૮૦ વિધા બટાકા માં પાણી ફરી વળ્યુ
– તંત્ર ની બેદરકારી ને લઈ ને ભર શિયાળે વગર વરસાદે ખેતરમા પાણી
– બટાકા ની ખેતી મા પાણી ફળી વળતા ખેડૂતોને લાખ્ખો નુ નુકસાન
– ખેડૂતો દ્રારા પ્રાંતિજ-હિંમતનગર તંત્ર ને જાણ કરી
– ખેડૂતોએ JCB બોલાવી પાણી અટકાવવા કામગીરી હાથ ધરાઇ

     


સાબરકાંઠા જિલ્લા ના રસુલપુર સીમમાં આવેલ ખેતરોમા હાથમતી કેનાલ ના પાણી ફળી વળ્યાં તો ખેતરો બેટમા ફેરવાયા હતા તો ૭૦ થી ૮૦ વિધા બટાકા નો પાક પાણી મા ગરકાવ થયો


  પ્રાંતિજ ના રસુલપુર ગામની સીમમા આવેલ ખેતરોમા ખેતરો ની પાસેથી પ્રસાર થતી હાથમતી કેનાલ મા ગાબડુ પડતા પાસે આવેલ ખેતરોમા પાણી ફરી વળતા ખેતરો બેટ મા ફેરવાયા હતા તો ભર શિયાળે વગર વરસાદે ખેતરોમા પાણી ફરી વળતા ૭૦ થી ૮૦ વિધા ખેતરો મા તૈયાર થયેલ બટાકા ના પાક મા પાણી ફરી વળ્યા હતા જેમા તૈયાર થયેલ પાક એટલેકે દશ થી ૧૫ દિવસ મા બટકા બહાર કાઢવાના હતા જેમા નાના મોટા ખેડૂતો ને અંદાજે ૭૦ લાખ થી વધુ નુકસાન થયુ હોવાનુ જાણવા મલી રહ્યુ છે ત્યારે ખેડૂતોને હાલતો ખેડ , દવા , બિયારણ ,ખાતર સહિત નો ખર્ચ માથે પડયો છે અને ખેતરો મા પાણી ભરાઈ જતા તૈયાર થયેલ પાક પાણી મા ગરકાવ થયો છે ત્યારે હાલતો તંત્ર ના પાપે હાલતો ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે તો હજુ વધુ ખેતરોમા પાણી ના ફરી વળે જેને લઈ ને ખેડૂતો દ્રારા જેસીબી બોલાવી પાણી અટકાવવા કામગીરી હાથ ધરવામા આવી હતી અને પ્રાંતિજ-હિંમતનગર સિંચાઈ વિભાગ ને જાણ કરાઈ હતી ત્યારે હાલતો ખેડૂતોને નુકસાન થતા ખેડૂતો દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પણ લેખિત મા દોષિતો સામે સજા થાય અને નુકસાની નુ વળતર ચકવવામા આવે તે માટે અરજી પણ કરવામા આવી હતી ત્યારે હાલ તો તંત્ર ના પાપે તૈયાર થયેલ પાક પાણી મા ગયો છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!