fbpx

રોકાણકારોને વળતરની ગેરંટી આપતા રિસર્ચ એનાલિસ્ટને સેબીએ 17 લાખનો દંડ કર્યો

Spread the love

સેબીએ 15 જાન્યુઆરી 2025ના દિવસે એક રિસર્ચ એનાલિસ્ટને 17 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ જારી કર્યો છે. આ એનાલિસ્ટે ખોટી માહિતી આપી હતી, રોકાણકારોને ચોક્કસ વળતરનું વચન આપ્યું હતું અને અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

સેબીએ પરાગ સલોતને 17 લાખનો દંડ ભરવા માટે આદેશ કર્યો છે. પરાગે પોતાની વેબસાઇટ પર ઇન્ડિયાઝ યંગેસ્ટ સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એવું લખ્યું છે. જ્યારે તે સેબીમાં રિસર્ચ એનાલિસ્ટ તરીકે રજિસ્ટર્ડ થયેલો છે. સેબીએ ખોટી માહિતી આપવા બદલ દંડ કર્યો છે.

ઉપરાંત પરાગ સેલોત તેની વેબસાઇટ પર દરેક પોઝીટીવ ટ્રેડ પર 4,000 રૂપિયાનું વળતર આપવાનું રોકાણકારોને વચન આપતો હતો.રોકાણકારોને વળતર પર ખાત્રી આપવી એ સેબીના નિયમોનું ઉલ્લંઘન છે.

error: Content is protected !!