fbpx

પ્રાંતિજ ના વદરાડ ગ્રામજનો દ્રારા વિજ કર્મચારી ને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિજ કચેરી ખાતે દોડી આવ્યા

Spread the love

વિજબીલ ઉઘરાણી મામલે ગ્રામજનો ની રજુઆત
પ્રાંતિજ ના વદરાડ ગ્રામજનો દ્રારા વિજ કર્મચારી ને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિજ કચેરી ખાતે દોડી આવ્યા
– વિજકર્મચારી સસ્પેન્ડ નહી થાય ત્યાં સુધી ગ્રામજનો વિજબીલ નહી ભરે
– અગાઉ પણ ગામમા આવા બનાવ બન્યા હોવાનુ ગામજનો નુ રટન
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પણ આપીઓને ને ઝડપી પકડી કાર્યવાહી કરવામાગ કરી
– રજુઆત કરવા ગયેલ ગામજનોને પોલીસે ધક્કા માર્યા
– પોલીસ સ્ટેશન મા કવરેજ માટે ગયેલ મીડિયા ને પણ બહાર કાઢી મુકી
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વદરાડ ખાતે વિજબીલ ઉઘરાણી કરવા ગયેલ વિજ કર્મચારી દ્રારા મા-બહેન સામે વિભત્સ ગાળોબોલી પરિવાર ને મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાની ધટના ને લઈ ને સમગ્ર ગામજનો એક થઈ વિજકચેરી તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઇ રજુઆત કરી


  પ્રાંતિજ ના વદરાડ ગામે રહેતા અમરસિંહ જહુરસિંહ ઝાલા તથા તેમના પરિવાર ના સભ્યોને વિજબીલ ઉઘરાણી આવેલ કર્મચારી દ્રારા જપાજપી કરી મા બહેન સામી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા અમરસિંહ જહુરસિંહ ઝાલા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરવામા આવી છે તો ગ્રામજનો દ્રારા અગાઉ પણ ગામમા આવા બનાવો બન્યા હોવાનુ જણાવી રહ્યા હતા જેને લઈ રાત્રી દરમ્યાન વદરાડ ખાતે આવેલ નદી ગામ ટ્રસ્ટ હોલ ખાતે સમગ્ર વદરાડ ના ગ્રામજનો દ્રારા એકઠા થયા હતા અને મીટીંગ યોજી હતી અને આરોપીઓને કડકમા કડક સજા થાય અને વિજકર્મચારી ને બદલી તથા સસ્પેન્ડ થાય તેવી ચર્ચાઓ કરી હતી અને આજરોજ પ્રાંતિજ વિજકચેરી ખાતે ગ્રામજનો દોડી આવ્યા હતા અને વિજકર્મચારી ને સસ્પેન્ડ કરવા લેખિત તથા મૌખિક રજુઆત કરી હતી અને જો એમ નહી કરવામા આવતો વદરાડ ગામના સમસ્ત ગામજનો વિજબીલ નહી ભરવાની ચિમકી ઉચ્ચારી હતી અને કોઇ પણ એક્શન લેવામા નહી આવે તો આગામી દિવસો મા જલદ આંદોલન ની ચીમકી આપી હતી તો ગામજનો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે રજુઆત કરતા પોલીસે તેનો રંગ બતાવ્યો હતો અને રજુઆત કરવા આવતા ગામજનો રોક્યા હતા અને પોલીસ સ્ટેશન માથી ધકકા માર્યા હતા  અને પોલીસ ની દાદાગીરી પણ જોવા મલી હતી તો કવરેજ માટે ગયેલ મીડિયા કર્મીઓને પણ કવરેજ ના કરવાનુ કહીને પોલીસ સ્ટેશન માથી બહાર કાઢી મુકયા હતા ત્યારે ન્યાય માટે આવેલ ગામજનો ન્યાય માટે જાયતો કર્યા જાય ત્યારે ગામજનો જણાઇ રહ્યા છેકે પોલીસ દ્રારા ઝડપી એક્શન લેવામા આવશે કે પછી પાપા પગલી માડવામા આવશે એતો હવે જોવુ રહ્યુ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!