પ્રાંતિજ નગરપાલિકા ની ચુંટણી જાહેર થતા ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષો તૈયાર
– ભાજપ દ્રારા નવા ચહેરાઓને સ્થાન આપશે
– આમ આદમી પાર્ટી પણ ઉમેદવારો મેદાન મા ઉતારે તેવી શક્યતાઓ
– બે વર્ષ થી ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ફરી સક્રિય
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત નગરપાલિકાઓ ની ચુંટણી ની જાહેરાત થતા ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષો મા ચુંટણી ને લઈ ને ઉત્સુક તા જોવા મળી છે તો ભાજપ દ્રારા અગાઉ ની ભુલો આ વખતે સુધારશે અને નવા ચહેરાઓને સ્થાન મલે તેવી શક્યતાઓ
છેલ્લા બે વર્ષ થી પણ વધારે સમય થી પ્રાંતિજ નગરપાલિકા મા અધિકારી સાસન હોય જેને લઈ ને નગરજનો ના રોજીદા કામ સહિત પ્રાથમિક જરૂરિયાત એવા કામોમા પણ સદસ્યો વગર ની પાલિકામા લોકોને હાલકી ઓ પડી રહી છે તો સદસ્યો ની ટમ પુરી થતા છેલ્લા બે વર્ષ થી નગરજનોને હાલાકીઓ પડી રહી છે જેથી ચૂંટણી જાહેર થતા ભાજપ-કોંગ્રેસ સહિત નગરજનો મા પણ ખુશીનો માહોલ જોવા મલ્યો છે તો ભાજપ દ્રારા આ વર્ષે પાલિકામા નવા ચહેરાઓને સ્થાન આપે તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે તો કોગ્રેસ દ્રારા પણ ગઈ ટમમા થયેલ ભુલો ને સુધારી ને મજબૂત ઉમેદવારો તથા ગઈ ટમ મા ૧૦,૨૦,૫૦ મતોથી હારેલ ઉમેદવારો ને પ્રથમ સ્થાન આપી પ્રજાલક્ષી કામો થાય તે માટે નવા ચહેરાઓને સ્થાન આપે ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્રારા પણ આ વખતે નગરપાલિકા મા મેન્ડેડ ફાળવવામા આવે તેવુ સૂત્રોદ્રારા જાણવા મલ્યુ છે ત્યારે પ્રાંતિજ મા દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળશે ત્યારે બીજી બાજુ ભાજપ દ્રારા આ વખતે ટીકીટો આપવા અગાઉ ની જેમ જ ભુલો કરશે અને જુના ચહેરાઓને સ્થાન આપશે તો આ વર્ષે ભાજપ ને કોંગ્રેસ થી નહી પણ ભાજપ અપક્ષો થીજ મુશ્કેલીઓ વધે તેમ છે અને જો આવુ થાયતો ભાજપ ના હાથ માંથી કદાચ પ્રાંતિજ નગર પાલિકા સતા ગુમાવી પડેશે તેમ કહીએ તો નવાઈ નહી ત્યારે ૨૫,૨૬ તારીખ સુધીમા ભાજપ દ્રારા ઉમેદવારોના સેન્સ તેવુ સુત્રો દ્રારા જાણવા મળી રહ્યુ છે તો નગરજનો દ્રારા પણ આ વખતે ભાજપ-કોંગ્રેસ કામ કરી શકે તેવા ઉમેદવારો ઉપર મોહર લગાવે તેવુ હાલતો લાગી રહ્યુ છે
જીલ રાવલ પ્રાંતિજ
