પ્રાંતિજ ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ ની રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાયો
– રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે રમતોત્સવ નું આયોજન
– ભાગ લેનાર દરેક પ્રતિયોગીને રાજ્ય સરકાર દ્રારા પ્રમાણપત્ર આપવામા આવ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતિ ની રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામા આવી હતી








પ્રાંતિજ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્રારા સ્વામી વિવેકાનંદ જી ની જન્મ જયંતિ નિમિતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ નુ આયોજન પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ વી.એસ.રાવલ પીટીસી કોલેજ પ્રાંતિજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામા આવી હતી જેમા રાષ્ટ્રીય યુવા દિવસ ના ઉજવણી ના ભાગ રૂપે રમતોત્સવ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પરંપરાગત પ્રાચીન રમતો જેમા રસ્સા ખેંચ , ગીલ્લી ડંડા , સંગીત ખુરશી , સત્તોડીયુ , લંગડી , લીંબુ ચમચી સહિત ની રમતો રમાડવામા આવી હતી તો આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , ભાજપ પ્રાંતિજ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , ભાજપ શહેર પ્રમુખ કુશવભાઇ બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , ધવલભાઇ રાવલ , અમરીશભાઈ સોની , પિયુષભાઇ પટેલ , જીતુભાઇ રાવળ સહિત ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ
