fbpx

મહાકુંભમાં ગુજરાત સરકારે ગુજરાતીઓ માટે ગોઠવી છે ખાસ વ્યવસ્થા

Spread the love

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 144 વર્ષ પછી પવિત્ર મહાકુંભનું આયોજન થયું છે અને 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ થવાનો છે. ગુજરાત સરકારે પણ મહાકુંભમાં ગુજરાતીઓને મદદરૂપ થવા માટે ગુજરાત પેવેલિયન બનાવ્યું છે.

ગુજરાત પ્રવાસન નિગમે પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયન બનાવ્યું છે, જેમાં ભારત અને દુનિયાભરમાંથી મહાકુંભમાં આવનારા ગુજરાતીઓ ગુજરાતના વારસા વિશે જાણે અને શ્રધ્ધાળુઓને શક્ય તેટલી મદદ કરવામાં આવશે.

ગુજરાત પ્રવાસન નિગમે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. 1800-180-5600 આ નંબર પર કોલ કરીને તમે સુવિધાની જાણકારી મેળવી શકો છો.

ગુજરાતી હસ્તકલાના 15 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાંથી ખરીદી પણ કરી શકશો અને ગ્રામીણ મહિલાઓ સંચાલિત 10 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં ગુજરાતની દરેક વાનગી પિરસવમાં આવશે.

error: Content is protected !!