fbpx

એવું તે શું થયું કે પાકિસ્તાન જમીનદારે દીકરીના લગ્ન કરી ભારત આવવું પડ્યું

Spread the love

ભારતના પડોશી દેશ પાકિસ્તાનના રહેવાસી પોતાની દીકરીના લગ્ન કરવા ભારત આવ્યા છે.પાકિસ્તાનમાં જમીનદાર ગણાતા અને અનેક પ્રોપર્ટી ધરાવતા ગણપતસિંહ સોઢા તેમની બધી પ્રોપર્ટી છોડીને દીકરીના લગ્ન કરવા માટે ભારત આવ્યા છે. ગણપતસિંહ સોઢાની દીકરી મીનાના લગ્ન જેસલમેરના મહેન્દ્રસિંહ ભાટી સાથે 21 જાન્યુઆરીએ જોધપુરમાં થયા.

ગણપતિ સિંહ મીડિયા સાથેની વાતચીતમા કહ્યું કે, પાકિસ્તાનમાં ન તો દીકરીઓની સલામતી છે કે ન તો એ દેશનું કોઇ ભવિષ્ય છે. ભારતમાં દીકરીઓ સુરક્ષિત છે એટલે મારી દીકરીને મેં અહીં ભારતમા જ સંબંધીના ઘરે રાખી હતી. મારા પુત્રના લગ્ન પણ ભારતમાં જ કર્યા હતા. મેં અને મારા પુત્રએ ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરી છે, પરંતુ હજુ સુધી નાગરિકતા મળી નથી.

error: Content is protected !!