
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી ગઇ છે. સોશિયલ મીડિયામાં વિરમગામ ડાંગર કૌભાંડના આરોપીને કેક ખવડાવતો ફોટો વાયરલ થતા ગુજરાત કોંગ્રેસને નિશાન સાધવાનો મોકો મળી ગયો છે.
વિરમગામમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે.ડાંગર જમા કરાવ્યા વગર સરકારી કર્મચારી અને ખરીદ એજન્સીની મીલીભગતાં 3.67 કરોડ રૂપિયાના ખોટા બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા.
છેલ્લાં કેટલાંક દિવસથી ગાજી રહેલા ડાંગર કૌભાંડમાં જેનું આરોપી તરીકે નામ છે તે માંડલી સુફિયાન વિરમગામ તાલુકા ભાજપના વ્યવસાયિક સેલનો કન્વીનર રહી ચૂક્યો છે અને હાર્દિક તેને કેક ખવડાવી રહ્યો હોય તેવો ફોટો વાયરલ થયો છે.
હાર્દિકે 24 દિવસ પછી વીડિયો વાયરલ કરીને ચોખવટ કરી છે કે કોઇ સુફિયાનનું ડાંગર કૌભાંડમાં નામ આવે છે, જે કોઇ હોય તેની સામે કડક પગલાં લેવા જોઇએ.
