
જાણીતા યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સની મુશ્કેલી વધી છે.ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીઓફ ઇન્ડિયાએ કંપનીની પ્રોડક્ટસ રેડ ચીલી પાવડરનો આખો બેચ બજારમાંથી પાછો ખેંચી લેવાનો આદેશ આપ્યો છે.
કંપનીએ આ બાબતે શેરબજારોને જાણ કરી છે કે કંપનીને ઓથોરિટી તરફથી 16 જાન્યુઆરીએ આદેશ મળ્યો હતો એ પછી દેશભરના સ્ટોર્સમાંથી રેડ ચીલી પાવડર પાછો મંગાવવામાં આવી રહ્યો છે અને ગ્રાહકોને પણ જાણ કરી દેવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, કુલ 4 ટન રેડ ચીલી પાવડર પાછો ખેંછી લેવાશે.
રેડ ચીલી પાવડરમાં જે માત્રામાં પેસ્ટિસાઇઝડનો ઉપયોગ થવો જોઇતો હતો તેના કરતા વધારે માત્રા જોવા મળી હતી એટલે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આદેશ આપ્યો.
