
પંજાબના ફિરોઝપુરમાં સરકારી અધિકારીઓએ ભષ્ટ્રાચારનું એવું મોટું કાંડ કર્યું છે જે સાંભળીને ચોંકી જશો. પંજાબના ફિરોઝપુરમાં એક કાગળ પર એક ગામ ઉભું કરી દીધું. મતલબ કે ગામનું કોઇ અસ્તિત્વ જ નહી, પરંતુ ગામ છે એવું કાગળ પર બતાવી દીધું. એટલું જ નહી, પરંતુ આ ગામના વિકાસના કામો મુકીને કેન્દ્ર સરકાર પાસેથી 45 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ મેળવી લીધી.
અધિકારીઓએ કાગળ પર નઇ ગટ્ટી રાજો નામથી એક ગામ બતાવી દીધું હતું. જ્યારે એક વ્યકિતએ RTI કરી ત્યારે ભાંડો ફૂટ્યો. છેલ્લાં 5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું. તે વખતે પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી.
ગુજરાતમાં પણ છેલ્લાં 2 વર્ષમાં નકલી કચેરી,નકલી ટોલ નાકા અને નકલી સરકારી અધિકારીઓ પકડાયા છે.
