
પ્રાંતિજ ના બોરીયા ખાતે શિક્ષિક યુવાન દ્રારા ગ્રામ પંચાયત સમરસ ગ્રામજનો ને અપીલ કરી
– ઢોલ નગારા હાથમા બેનર સાથે શિક્ષિક યુવાને સમરસ બનાવવા ગ્રામજનોને હાકલ કરી
– સીતવાડા થી અલગ થઈ બોરીયા ગામમા પ્રથમ વખત ગ્રામ પંચાયત ચુંટણી યોજાવા જઈ રહી છે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના બોરિયા ખાતે શિક્ષિક યુવાન દ્રારા ચુંટણી ના યોજવા અને સમરસ કરવા ઢોલ નગારા વગાડી ગ્રામજનો ને અપીલ કરી

પ્રાંતિજ તાલુકાના સીતવાડા બોરીયા ની ગ્રામ પંચાયત સંયુક્ત હોય અને આ વખતે સીતાવાડા ગ્રામ પંચાયત માંથી પ્રથમ વાર ૧૨૦૦ થી વધુ મતદારો દ્રારા બોરીયા ખાતે પ્રથમ ગ્રામ પંચાયત બનાવવા જઈ રહ્યા છે અને બોરીયા ગ્રામ પંચાયત પ્રથમ વાર બનવા જઈ રહી છે ત્યારે ચુંટણી ના યોજાઈ અને સમરસ થાય તે હેતુ થી ગામમા રહેતા એક શિક્ષિત યુવાન વનરાજસિંહ રાઠોડ દ્રારા ગામજનો ને ગામમા વેર ઝેર , કાવાદાવા ઉભા ના થાય અને ગ્રામ મા સર્વ સંમતિથી ગ્રામ પંચાયત ના વહીવટ માટે અને ગ્રામ ના વિકાસ કાર્ય ના ઉચ હેતુ સાથે તથા સરકાર દ્રારા જે ગ્રામ પંચાયત સમરસ કરવામા આવે છે તે ગ્રામ પંચાયત ને ૩ લાખ અને જો મહિલા સરપંચ માટે ચાર લાખ રૂપિયા પ્રોત્સાહિત અનુદાન રૂપે આપે છે જેથી તે રકમ ગ્રામ ના વિકાસ ના કામો મા આવે અને ગ્રામ મા વિકાસ ના કામોને ઝડપી વેગ મળી રહે તે હેતુથી શિક્ષિત યુવાન વનરાજસિંહ રાઠોડ દ્રારા ઢોલ નગારા વગાડી હાથમા બેનર સાથે ગ્રામજનોને ચુંટણી નહી યોજવા અને ગ્રામ પંચાયત સમરસ કરવા આહવાન કર્યુ હતુ