fbpx

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ
ધાળીયુ લઈ આવી ધર તરફ છુટ્ટા પથ્થર નાખ્યા
પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પલ્લાચર ખાતે મા બેન સામી ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના પલ્લાચર ખાતે રહેતા મીનાબેન રમેશભાઇ બારોટ દ્રારા સીમાબેન ને કહેવા લાગ્યા કે તમે મારા ધરની વાડ તરફ કેમ જોઇ રહોછો તેમ કહી મા-બહેન સામી ગાળો બોલી બિભસ્ત વર્તન કયુ તો તેવાનુ ઉપરાડુ લઈ દર્શન ઉર્ફે સાગર રમેશભાઇ બારોટ તેના હાથ મા ધાળીયુ લઈ આવી તેમજ રમેશભાઇ હીરાભાઈ બારોટ ભેગા થઈ સીમાબેન ના ધર તરફ છુટ્ટા પથ્થરો નાખી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજા ની મદદત ગીરી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સીમાબેન જગદીશસિંહ ચૌહાણ દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે મીનાબેન રમેશભાઇ બારોટ , દર્શન ઉર્ફે સાગર રમેશભાઇ બારોટ , રમેશભાઇ હીરાભાઈ બારોટ તમામે-તમામ રહે પલ્લાચર તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૩૫૨,૩૫૧ (૩),૧૨૫, ૫૪ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ પુંજસિંહ દ્રારા હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!