fbpx

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

Spread the love
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. મુંબઈના ધારાવી વિસ્તારમાં આવેલા ડાર્ક સ્ટોરમાં ઇન્સ્પેક્શન દરમિયાન FDAને ફૂગાયેલી પ્રોડક્ટ્સ, ગંદકી, અને કોલ્ડ સ્ટોરેજમાં ઉલ્લેખિત ટેમ્પરેચરનો ભંગ મળ્યો હતો. એક્સપાયર્ડ માલ પણ યોગ્ય રીતે અલગ કરવામાં આવ્યો ન હતો.

02

FDAનું કહેવું છે કે, લાઇસન્સ ત્યાં સુધી સસ્પેન્ડ રહેશે જ્યાં સુધી Zepto જરૂરી સુધારાઓ કરી સંતોષકારક પુરાવા રજૂ નહીં કરે.

GsWXlU-bkAAt31L

Zeptoએ જવાબ આપતાં કહ્યું કે ફૂડ સેફટી અને સ્વચ્છતા તેમના માટે અગ્રતા ધરાવે છે અને તેમણે આંતરિક તપાસ શરૂ કરી છે. કંપનીએ તમામ નિયમોનું પાલન કરવા માટે અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

01

આ ઘટનાએ Zepto માટે મુશ્કેલીઓ વધી દીધી છે, કારણ કે કંપની હાલ નાણા અને ઓપરેશન્સ સંબંધિત પડકારોનો સામનો કરી રહી છે. ઉત્તર ભારતમાં Zepto Cafeના 44 સ્ટોર્સ બંધ કરાયા છે અને હૈદરાબાદમાં ડિલિવરી પાર્ટનર્સ પગાર અને દંડ મામલે હડતાળ પર છે.

Zepto

Zepto હાલમાં IPO માટે તૈયારી કરી રહી છે અને ઘરેલુ રોકાણ દ્વારા સંપૂર્ણ ભારતીય કંપની બનવાનો પ્રયાસ કરી રહી છે. આવી પરિસ્થિતિ રોકાણકારોના વિશ્વાસ અને કંપનીની બ્રાન્ડ ઈમેજ પર નકારાત્મક અસર કરી શકે છે.

error: Content is protected !!