fbpx

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

Spread the love
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 87 રન બનાવીને ટીમને ફાઇનલમાં પહોંચાડી. આ બધા વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેપ્ટન ઐયર તેના સાથી ખેલાડી શશાંક સિંહ પર ગુસ્સો કરતા જોવા મળે છે.

Shreyas Iyer

મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં શશાંક સિંહ એક મહત્વપૂર્ણ તબક્કે રન આઉટ થયો હતો. આ દરમિયાન, શ્રેયસ ઐયર પણ મેદાન પર હાજર હતો, જે શશાંકની ભૂલથી ખુશ દેખાતો નહોતો. જોકે, પંજાબે મેચ તો જીતી લીધી, પરંતુ મેચ સમાપ્ત થયા પછીનો એક વીડિયો વાયરલ થયો જેમાં ઐયર શશાંક સિંહને કંઈક કહેતો જોવા મળે છે. વીડિયો જોઈને એવું લાગે છે કે, ઐયર તે રન આઉટ પર તેની સાથે ગુસ્સો કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આવા જ કેટલાક દાવા કરવામાં આવી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મેચ પછી ઐયરે શશાંક સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે, આ સમય દરમિયાન ઐયરે શશાંક સાથે ખરાબ વ્યવહાર કર્યો. ઇન્ટરનેટ લિપ રીડિંગ નિષ્ણાતોએ પણ દાવો કર્યો હતો કે ઐયરે શશાંકને કહ્યું હતું, ‘તું કઈ બોલતો જ નહીં મારી સામે…’

Shreyas Iyer

શ્રેયસ ઐયરે આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ઐયર શશાંક સિંહે જે રીતે વિકેટ ગુમાવી તેનાથી નાખુશ હતો. અહીં તમને જણાવી દઈએ કે 17મી ઓવરના ચોથા બોલ પર શશાંક સિંહ રન આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાના સીધા થ્રોએ સ્ટમ્પ્સને ઉખાડી નાખ્યા હતા. આ સમયે ટીમને 20 બોલમાં 35 રનની જરૂર હતી, તેથી શશાંકનું આઉટ થવું પંજાબ કિંગ્સ માટે મોંઘુ સાબિત થઈ શક્યું હોત. મેચ પછી, શશાંક સિંહના ચહેરા પર પણ ઉદાસી દેખાઈ રહી હતી અને કોચ રિકી પોન્ટિંગ તેમને સમજાવતા જોવા મળ્યા હતા.

જોકે, ઐયરે આવું થવા દીધું નહીં અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવી. તેણે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટના સારા બોલ પણ બાઉન્ડ્રી લાઇનની પેલે પાર મોકલ્યા. મેચની 19મી ઓવરમાં, ઐયરે ડાબા હાથના બોલર અશ્વિની કુમારની ઓવરમાં ચાર છગ્ગા ફટકારીને 27 રન બનાવ્યા.

1 જૂનના રોજ બીજા ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા, MIએ 6 વિકેટે 203 રન બનાવ્યા. આ દરમિયાન MI માટે તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 44-44 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા, PBKSએ MIને એક ઓવર બાકી રહેતા 5 વિકેટે હરાવ્યું.

error: Content is protected !!