પ્રાંતિજ સાંપડ રોડ ના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યુ
- મોટી સંખ્યા મા ખેડૂતો ઉપસ્થિત રહ્યા
- અનેક વાર રજુઆતો છતાંય જેસેની સ્થિતિ
સાબરકાંઠા ના પ્રાંતિજ સાંપડ રોડ પર ઓવર લોડ વાહનો થી ખેડુતો સહિત સ્થાનિકો પરેશાન અનેકવાર રજુઆત કરવા છતા નિવેડો ન આવતા અપાયુ આવેદનપત્ર





પ્રાંતિજ થી સાંપડ ગામ જવાના રોડ પર ઓવર લોડ વાહનો ની ભારે અવર જવર થઈ રહી છે ત્યારે સાંપડ મોયદ પીલુદરા પ્રાંતિજ ગામોના ખેડુતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ઓવર લોડ રેતી ભરેલા વાહનો ને કારણે એક તો રસ્તો તો ટુટી ને ખાડા ખડીયા વાડો થઈ ગયો છે જેને લઈ વાહનચાલકો પણ નુકસાન થઈ રહ્યુ છે તો આ ઉપરાંત રોડ ની આજુબાજુના ખેડુતો માં ધુળ ઉડી રહી છે જેના કારણે કોબીજ ફુલાવર સહિત શાકભાજીના પાકો ને ભારે નુકસાન થઈ રહ્યુ છે આ મામલો ખેડુતો અને સ્થાનિકોએ અનેકવાર રજુઆત કરવા છતા નિવેડો ન આવતા આખરે આજે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી
જીલ રાવલ પ્રાંતિજ
