fbpx

સરહદ પર ફરતા સૈનિકોને જમીનની અંદર અવાજ આવતા ખોદકામ કર્યું,મળ્યો કરોડોનો….

Spread the love

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સતત કડવાશભર્યા બની રહ્યા છે. ગયા વર્ષે, બાંગ્લાદેશના તત્કાલીન PM શેખ હસીનાએ દેશ છોડીને ભારતમાં આશરો લીધો હતો. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારની રચના થઈ. ત્યારથી, ભારત સાથેના સંબંધોમાં કડવાશ વધી ગઈ છે. ત્યાં લઘુમતીઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. જ્યારે, ભારતમાં બાંગ્લાદેશી નાગરિકોનો ગેરકાયદેસર પ્રવેશ ચિંતાનો વિષય છે. ચોરી કરનારાઓ ભારતમાંથી પશુઓની સાથે સાથે માલસામાનની પણ દાણચોરી કરતા હોય છે. ભારત ગેરકાયદેસર પ્રવેશ અને દાણચોરીને રોકવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ સંદર્ભમાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને સરહદ પર ત્રણ ભૂગર્ભ બંકર મળ્યા છે. આર્મીના સૈનિકોને બગીચામાં આ બંકરો મળ્યા. આ ઓપરેશન BSF સાઉથ બંગાળ ફ્રન્ટિયર દ્વારા ભારત-બાંગ્લાદેશ નજીક નાદિયા જિલ્લા નજીક હાથ ધરવામાં આવ્યું હતું. કિશનગંજ પોલીસ સ્ટેશન હેઠળના મઝદિયા શહેરના નાગહાટા વિસ્તારમાં સૈનિકોએ ત્રણ છુપાયેલા ભૂગર્ભ બંકરો શોધી કાઢ્યા છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, BSFએ સરહદ પર પેટ્રોલિંગ વધારી દીધું છે. ભારતીય સેના સરહદ પર કાંટાની વાડ લગાવવાનું કામ કરી રહી હતી. બાંગ્લાદેશ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BGB)એ આનો વિરોધ કરવાનું શરૂ કર્યું. BGBએ ભારત પર ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. પરંતુ, તેના ઇરાદા પર શંકા ત્યારે થવા લાગે છે, જ્યારે સરહદ પર આવેલા નાદિયા જિલ્લાના એક ગામમાંથી એક નહીં પણ એક સાથે ત્રણ બંકર મળી આવ્યા છે. આ બંકરો ભારતીય સૈનિકોને છેતરવા અને દાણચોરી કરવાના હેતુથી બનાવવામાં આવ્યા હતા. જોકે, સૈનિકોએ તેમની યોજના નિષ્ફળ બનાવી દીધી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ બંકરોમાંથી ફેન્સેડિલ કફ સિરપની 62,200 બોટલો પણ મળી આવી છે; તેમની અંદાજિત કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

બાતમીના આધારે, BSFએ નાદિયા જિલ્લાના મઝદિયા ગામના એક બગીચામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. નાદિયાના મઝદિયામાં બાંગ્લાદેશ સરહદ નજીક જમીન નીચે ત્રણ બંકર મળી આવ્યા પછી હંગામો મચી ગયો હતો. BSFને આ બંકરોની અંદરથી પ્રતિબંધિત કફ સિરપની લાખો બોટલો મળી આવી હતી. શુક્રવારે, આ ત્રણ બંકર બાંગ્લાદેશ સરહદ નજીક મઝદિયાના એક બગીચાની અંદરથી મળી આવ્યા હતા. BSFના એક અધિકારીએ જણાવ્યું કે, આ ત્રણ બંકર મઝદિયા સુધીરંજન લાહિરી કોલેજ પાસેના બગીચાની અંદર ભૂગર્ભમાં બનાવવામાં આવ્યા હતા.

સરહદ રક્ષકોનું માનવું છે કે, પ્રતિબંધિત કફ સીરપની બોટલો બાંગ્લાદેશમાં દાણચોરી કરવાના ઇરાદાથી લાવવામાં આવી હતી, પરંતુ હવે, BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર દેખરેખ કડક બનાવી દીધી હોવાથી, દાણચોરો માટે તેમની દાણચોરી કરવી શક્ય નથી. કદાચ એટલા માટે જ બંકરોમાં કફ સિરપની ભરેલી બોટલો છુપાવવામાં આવે છે. BSFએ શોધવાનું શરૂ કર્યું છે કે, શું બગીચામાં કે આસપાસના વિસ્તારમાં આવા બીજા કોઈ ગુપ્ત બંકર છે. આ ઉપરાંત, પોલીસે બંકર બનાવનાર અથવા પ્રતિબંધિત કફ સીરપ લાવનાર દાણચોરી ગેંગના સભ્યોની શોધ શરૂ કરી છે.

error: Content is protected !!