
અમરેલીમાં 27 ડિસેમ્બરે પાટીદાર દીકરી પાયલનો પોલીસે વરઘોડો કાઢયાની ઘટનાના આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ઘટનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના DIG નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી.
દિવ્ય ભાસ્કરના અહેવાલમાં દાવો કરાયો છે કે આ રિપોર્ટની માહિતી દિવ્ય ભાસ્કર પાસે આવી છે. નિર્લિપ્ત રાયનો રિપોર્ટ હજુ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને સોંપાયો નથી.
નિર્લિપ્ત રાયે 16 લોકોના નિવેદન લીધા હતા જેમાં પોલીસે કહ્યું હતું કે, મેડિકલ રિપોર્ટમાં પાયલને માર માર્યાનું સામે આવ્યું નથી. પરંતુ પોલીસે મૌખિક રીતે કબુલાત કરી છે કે પાયલને માર મારવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે જો પોલીસે માર મારવાની સાબિત થાય તો રાજ્યમાં પોલીસનો વરઘોડો નિકળશે?
