fbpx

આગામી મહિનાઓમાં ડાયમંડ ઉદ્યોગમાં રિકવરી જોવા મળશે: ડી બીયર્સ

Spread the love

દુનિયાની સૌથી મોટી માઇનીંગ કંપની ડી બીયર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર અમિત પ્રતિહારીનો એક ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે, પ્રતિહારીએ રોઇટર્સને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમનું કહેવું છે કે  આગમી મહિનાઓમાં ડાયમંડ ઉદ્યોગમાં રિકવરી આવાવની શક્યતા જોવા મળી રહી છે. અમેરિકામાં પ્રારભિંક સુધારો થઇ રહ્યો છે અને મિડલ ઇસ્ટમાં મોટો ગ્રોથ જોવા મળ્યો છે.

પ્રતિહારીએ કહ્યું કે અમેરિકા-ચીન જેવા મોટા બજારોની મંદી વચ્ચે ભારત કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ માટે એક સ્ટ્રોંગ બજાર તરીકે ઉભરી રહ્યું છે. મોટા બજારોની મંદી પછી ભારતે સ્થાનિક માર્કેટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને ગયા વર્ષે ભારત બીજા નંબરનું જેમ એન્ડ જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. પહેલા નંબર પર અમેરિકા છે.

error: Content is protected !!