fbpx

સૌરાષ્ટ્રમાં દિલિપ સંઘાણી અને નારણ કાછડિયા સામે કોને વાંધો છે?

Spread the love

અમરેલી લેટરકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી મનીષ વઘાસિયાને પોલીસે આખરે એક મહિના પછી છોડી દીધો છે. મનીષ વઘાસિયાએ બહાર આવીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. મનીષે કહ્યું કે, મને પોલીસ મારી મારીને એવી કબુલાત કરાવવા માંગતી હતી કે,  અમરેલી લેટરકાંડ પાછળ ઇફકોના ચેરમેન અને દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાનો હાથ છે. પોલીસે એના માટે મને ઘણો માર માર્યો.

 પરંતુ મેં પોલીસને કહ્યું હતું કે, જે લેટર વાયરલ થયો છે તે ઓરિજનલ છે અને તાલુકા પંચાયતના પ્રમુખે જ લખેલો છે. ભાજપના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ  લેટર વાયરલ થયો હતો જેમાં તેમની પર ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો હતો. આ ઘટનામાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

error: Content is protected !!