
સુરતના ઘોડદોડ રોડ પર આવેલા મઝદા એપાર્ટમેન્ટના એક ફલેટમાં 21 વર્ષ પહેલા 13,000 રૂપિયાની ચોરી થઇ હતી. ચોરી કરનારા બે વ્યક્તિ હતા અને તેમાંથી એકની સુરત પોલીસે 1 મહિના પહેલા રાજસ્થાનથી ધરપકડ કરી હતી અને બીજા વ્યકિતની 30 જાન્યુઆરી 2025ના દિવસે કતારગામ, ગજેરા સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી.
એક મહિના પહેલા પકડાયેલા આરોપીનું નામ ગણપતનાથ સિધ્ધ છે અને બીજા આરોપીનું નામ નરેશ ભારદ્વાજ છે. PCB પોલીસે નરેશને પકડીને ઉમરા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. 21 વર્ષ પહેલા નરેશ ભારદ્રાજ ચોરી કરીને રાજસ્થાન ભાગી ગયો હતો અને એક વર્ષ પછી ચૈન્નઇ ગયો હતો. અહીં તે જ્વેલરી ડિઝાઇનનું કામ શીખ્યો અને ધીમે ધીમે પોતાનું જ્વેલરી મેન્યુફેકચરીંગ યુનિટ નાંખી દીધું હતું, આજે ન્યુ મારૂતી જ્વેલર્સ નામથી નરેશનો શો-રૂમ છે અને કરોડપતિ છે.
